કેલિફોર્નિયામાં ફર્ટિલિટી ક્લિનિકમાં બોમ્બ બ્લાસ્ટ, એકનું મોત, FBIએ આતંકવાદી કૃત્ય ગણાવ્યું
California Fertility Clinic Blast: દક્ષિણ કેલિફોર્નિયામાં ફર્ટિલિટી ક્લિનિકની બહાર ભયાવહ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ક્લિનિકને ટાર્ગેટ કરતી બોમ્બ વિસ્ફોટની ઘટનાને એફબીઆઈએ આતંકવાદી કૃત્ય ગણાવ્યુ છે. આ બોમ્બ બ્લાસ્ટ માટે જવાબદાર શંકમદ વ્યક્તિએ હુમલો કરતાં પહેલાં ઓનલાઈન ઉશ્કેરણીજનક પોસ્ટ લખી હતી. જેના હુમલાખોરે વિસ્ફોટનો વીડિયો સોશિયલ મીડિયા પર લાઈવ કરવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
કાયદા અમલીકરણના અધિકારીએ જણાવ્યા પ્રમાણે, કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સમાં આવેલા એક ફર્ટિલિટી ક્લિનિકની બહાર જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયુ હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતાં. એફબીઆઈએ આ મામલે તપાસ હાથ ધરી જણાવ્યું હતું કે, આ ઘટનામાં ક્લિનિકના મોટા હિસ્સાને નુકસાન થયુ છે. જો કે, સદનસીબે ક્લિનિક બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
કારની અંદર થયો હતો વિસ્ફોટ
એફબીઆઈના હેડ અકીલ ડેવિસે આ હુમલાને આતંકવાદનું ઈરાદાપૂર્વક કૃત્ય ગણાવ્યું હતું. ઓથોરિટી આ મામલે વધુ તપાસ કરી રહી છે. એફબીઆઈએ શંકમદ વ્યક્તિની ઓળખ હજી જાહેર કરી નથી. હુમલાખોરે કારમાં જ બોમ્બ વિસ્ફોટ કર્યો હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે. જેમાં તેનું મોત થયુ છે.
આ પણ વાંચોઃ ફિનલેન્ડમાં બે હેલિકોપ્ટર અથડાયાં, પાંચના મોત, કાટમાળ છેક 700 મીટર દૂર પડ્યો
FBIને ઘટના સ્થળેથી AK-47 રાઈફલ પણ મળી આવી હતી. બોમ્બ બ્લાસ્ટ પાછળનો ઉદ્દેશ હજી સુધી જાણી શકાયો નથી. ક્લિનિકે જણાવ્યું હતું કે, તમામ સ્ટાફ અને લેબોરેટરી સુરક્ષિત છે. જે દિવસે આ ઘટના બની તે દિવસે ક્લિનિકમાં કોઈ દર્દી ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ક્લિનિક ઉપરાંત તેની આસપાસ આવેલી લિકર સ્ટોર અને હોસ્પિટલની ઈમારતને પણ નુકસાન થયુ છે. જે કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો તેના કુરચે કુરચા ઉડી ગયા હતાં.
શંકમદની ઓળખ જાહેર નથી કરી
એફબીઆઈએ શંકમદની ઓળખ જાહેર નથી કરી, કારણકે, ઘટનામાં એકમાત્ર મૃત્યુ પામનાર વ્યક્તિ જ શંકમદ છે. તેની જ કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. બોમ્બ બ્લાસ્ટમાં ફાઈવ લેન રોડ પર ચારેબાજુ ઈમારતોના છાપરાં, કાટમાળ પથરાઈ ગયો હતો. પોલીસે આ ઘટનામાં સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય આતંકવાદ સંગઠન જોડાયેલુ છે કે, કેમ તેની તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું છે.