એપ્રિલમાં યુરોઝોનનો આર્થિક વિકાસ દર ઘટયો, નવી સેવાઓ નોકરીઓ અટકી ગઈ : પર્ચેઝ મેનેજર્સ ઇન્ડેક્સ
- 50 પોઇન્ટ કે તેથી નીચે PMI જાય તો મંદીની આશંકા
- S & P ગ્લોબલ જણાવે છે કે ખરીદ શક્તિના ઘટાડાને લીધે PMI માર્ચમાં 50.9 હતો તે ઘટીને 50.4સુધી ઉતર્યો
લંડન : યુરોઝોન ઇકોનોમી વિકસી તો રહી છે પરંતુ તેની વિકાસ ગતિ મંદ પડી રહી છે.કારણ કે માલની માગ ઘટી રહી છે. નવી સેવાઓ કે નોકરીઓ પણ ઠપ્પ થઇ ગયાં છે, હવે તે સ્થિતિમાંથી યુરોઝોન બહાર નીકળવાની શક્યતા નિર્બળ બની છે.
એસ એન્ડ પી ગ્લોબલ નિરીક્ષક યુરોઝોનની કોમ્પોઝિટ પી.એમ.આઈ. ઇન્ડેક્સનું તારણ મેળવવામાં આવે છે તે જણાવે છે કે યુરોઝોનની પર્ચેઝ મેનેજર્સ ઇન્ડેક્સ (પી. એમ. આઈ.) ૫૦.૯ પોઇન્ટથી નીચે ઉતરી ૫૦.૪ સુધી એટલે કે ૫૦ પોઇન્ટની નજીક પહોંચી ગઈ છે. તેનો સીધો અર્થ તે છે કે લોકોની ખરીદશક્તિ ઘટી છે.
મોટા ઉદ્યોગ સંકુલો કે નાના ઉદ્યોગ સંકુલોમાં થતાં ઉત્પાદનો છેવટે તો વપરાશકાર (કન્ઝ્યુમર્સ) સુધી પહોંચે છે. હવે વપરાશકારની જ ખરીદ શક્તિ, ૧૦૦ ટકાને બદલે ૫૦ ટકા (પોઇન્ટ) જેટલી થઇ જાય તો તેનો સીધો અર્થ મંદીનાં એંધાણનો જ કહી શકાય.
હેમ્બર્ગ કોમર્શિયલ બેન્કના ચીફ ઇકોનોમિસ્ટ, સાયરસ ડી લા રૂબિયાએ જણાવ્યું છે કે આ સ્થિતિ સેવાઓમાં પણ છે. તેની અસર નોકરીઓ ઉપર પણ થાય તે સહજ છે. તેથી કહી શકાય કે યુરોઝોનની આર્થિક ગતિ લગભગ સ્થિર થઇ ગઇ છે.
તેઓ જણાવે છે કે સર્વિસીઝ માર્ચમાં ૫૧.૦ હતી. તે ઘટીને ૫૦.૧ થઇ છે. જે છેલ્લા પાંચ મહિનામાં સૌથી નીચો આંક દર્શાવે છે. દરમિયાન સર્વિસીઝ ફર્મ્સનો આશાવાદ પણ તૂટી રહ્યો છે. તેઓ આ પરિસ્થિતિમાંથી બહાર કેમ નીકળી શકાય તેની ચિંતામાં છે. બીઝનેસ એક્સપેક્ટેશન ઇન્ડેક્સ ૫૭.૮ તે ગગડીને સીધો ૫૫.૧ થયો છે. આટલો નીચે ઇન્ડેક્સ ૨૦૨૨ના અંત ભાગ પહેલાં જોવા મળ્યો નથી.
વાસ્તવમાં એકંદર માગમાં જ સતત ૧૧ મહિનાથી ઘટાડો થતો હ્યો છે. ભલે માર્ચ કરતાં તેમાં થોડો સુધારો એપ્રિલમાં દેવાયો હોય તેમ છતાં નવો બિઝનેસ ઇન્ડેક્સ ૪૯.૫ થી ઘટીને ૪૯.૧ થઇ ગયો છે. ખરી મુશ્કેલી તો વ્યાપારી અને ઉદ્યોગપતિ વર્ગને તે ઊભી થઇ છે કે સતત ૨૫ મહિનાથી તેના આઉટ સ્ટેન્ડીંગ ઓર્ડર્સ ઘટી રહ્યા છે.
જો કે સર્વિસ સેકટરમાં થોડી નોકરીઓ વધી હોવા છતાં મેન્યુફેકચરીંગ ફર્મસ સતત ૨૩ મહિનાથી જોબ (નોકરીઓ)માં કામ મુકી રહી છે.
યુરોઝોનમાં કેટલીક સારી બાજુઓ છે. જેમ કે આયર્લેન્ડના પી.એમ.આઈ. ૫૪ પોઇન્ટનો વધારો થયો છે. પરંતુ તે છેલ્લા બે માસના પ્રમાણમાં સૌથી નીચો છે. સ્પેન અને ઇટાલીમાં અનુક્રમે ૫૨.૫ અને ૫૨.૧નો વધારો નોંધાયો છે. જે છેલ્લા ૧૧ મહિનામાં સૌથી વધુ છે. પરંતુ તેમનાં અર્થતંત્રો બહુ મોટા નથી.
યુરોપનાં સૌથી મોટાં અર્થતંત્ર જર્મનીમાં પીએમઆઈ માત્ર ૫૦.૧ સુધી જ ટક્યો છે. જ્યારે યુરોપનાં બીજાં ક્રમાંકનાં અર્થતંત્ર ફ્રાંસમાં તો તે ઘટીને ૪૭.૮ પોઇન્ટ જેટલો નીચો ગયો છે. કેટલાક નિરીક્ષકો યુરોઝોનની આ સ્થિતિને મંદીનાં એંધાણ સમાન જણાવે છે.