- સૌથી પહેલાં જ પ્રેસ બ્રિફીંગમાં કેરોલિને કહ્યું ગેરકાયદે વસાહતીઓને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ગુનેગારો માને છે
વૉશિંગ્ટન (ડીસી) : ડૉનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી પહેલી જ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોબિન બીવિટ્ટેએ સ્પષ્ટત: કહ્યું હતું કે ગેરકાયદે વસાહતીઓને ટ્રમ્પ વહીવટીતંત્ર ગુનેગારો જ માને છે. આ સાથે બર્થ રાઈટ સીટીઝનશિપ અંગે તેઓએ ટ્રમ્પ તંત્ર વતી સ્પષ્ટતા કરતાં કહ્યું કે મૂળભૂત રીતે બર્થ રાઇટ સીટીઝનશિપ ગેરબંધારણીય છે.
વ્હાઇટ હાઉસના ઇતિહાસમાં નોંધાયેલાં આ સૌથી યુવાન પ્રવક્તાએ કહ્યું : આ અંગે ટ્રમ્પ વહીવટીતંત્ર છેક સર્વોચ્ચ અદાલત સુધી યુદ્ધ આપશે.
૨૦ જાન્યુએ. એ પદગ્રહણ કર્યા પછી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે જથ્થાબંધ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પસાર કર્યા હતા. જે પૈકીનો એક ઓર્ડર બર્થ રાઇટ સીટીઝનશિપનો હતો. તે પ્રમાણે અમેરિકામાં આવેલા ગેરકાયદે વસાહતીઓ કે ટૂંકા સમય માટે પણ અમેરિકા આવેલાઓ સાથેની મહિલાઓ જો બાળકને જન્મ આપે તો તે બાળક આપો આપ અમેરિકન નાગરિક બની જાય છે. તે પછી બાળક ભલે તેના દેશમાં માતા-પિતા સાથે જાય, પરંતુ તે અમેરિકાનું નાગરિક જ ગણાય. તે યુવાન થતાં અમેરિકા પહોંચી બ્લડ રીલેશનશિપ નીચે તેનાં માતા-પિતા અને ભાઈ બહેનને બોલાવી લે. આ પરિસ્થિતિ નિવારવા ડોનાલ્ડ ટ્રમ્પે બર્થ રાઇટ સીટીઝનશિપ કાનૂન દૂર કર્યો હતો. પરંતુ ફેડરલ કોર્ટની કોન્સ્ટીટયુશનલ બેન્ચે તે હુક્મ ગેરબંધારણીય જાહેર કરી રદ્દ ઠરાવ્યો છે. હવે ટ્રમ્પ વહીવટીતંત્ર રીવીઝન અપીલ દ્વારા તેને ફરી ફેડરલ કોર્ટમાં પડકારવાનું છે.


