World

એપસ્ટિન ફાઈલ વિવાદની ઈફેક્ટ, AI સમિટમાં નહીં આવે બિલ ગેટ્સ, જુઓ કોણ આપશે સ્પીચ

By GS TEAM
19 Feb 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં આયોજિત ગ્લોબલ AI સમિટમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગ્રણી અમેરિકન ઉદ્યોગપતિ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ આ કાર્યક્રમમાં હાજર રહેશે નહીં. અગાઉ નક્કી થયા મુજબ, તેઓ 19 ફેબ્રુઆરીના રોજ મુખ્ય વક્તા તરીકે 12 મિનિટનું ભાષણ આપવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમના કાર્યાલય દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપસ્ટિન ફાઈલ વિવાદની ઈફેક્ટ, AI સમિટમાં નહીં આવે બિલ ગેટ્સ, જુઓ કોણ આપશે સ્પીચ
(IMAGE - IANS)

Bill Gates AI Summit Delhi 2026: દિલ્હીમાં આયોજિત ગ્લોબલ AI સમિટમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગ્રણી અમેરિકન ઉદ્યોગપતિ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ આ કાર્યક્રમમાં હાજર રહેશે નહીં. અગાઉ નક્કી થયા મુજબ, તેઓ 19 ફેબ્રુઆરીના રોજ મુખ્ય વક્તા તરીકે 12 મિનિટનું ભાષણ આપવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમના કાર્યાલય દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. 

ગેટ્સ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, સમિટની પ્રાથમિકતાઓ અને ગંભીર વિચારણા બાદ બિલ ગેટ્સે આ નિર્ણય લીધો છે. હવે તેમના સ્થાને ફાઉન્ડેશનના આફ્રિકા અને ભારતીય કાર્યાલયોના પ્રેસિડેન્ટ અંકુર વોરા સંબોધન કરશે. એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે 'એપસ્ટીન ફાઇલ્સ'માં બિલ ગેટ્સનું નામ હોવાના વિવાદને કારણે આ સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે.

ભારત મંડપમ ખાતે યોજાયેલ AI સમિટમાં બિલ ગેટ્સની અનુપસ્થિતિ

બિલ ગેટ્સ સોમવારે જ ભારત આવી ગયા હતા અને તેમણે આંધ્રપ્રદેશના વિજયવાડામાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ સાથે મહત્ત્વની બેઠકો પણ કરી હતી. જોકે, દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલી આ મહત્ત્વની સમિટમાં તેમની ગેરહાજરી છતાં, ફાઉન્ડેશને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારતમાં આરોગ્ય અને વિકાસના લક્ષ્યો પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે. AI ક્ષેત્રે ભારત માટે આ સમિટ ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે, જેમાં દુનિયાભરની ટેક કંપનીઓ ભાગ લઈ રહી છે.

આ પણ વાંચો: કેલિફોર્નિયામાં બરફના તોફાન વચ્ચે ભયાનક હિમસ્ખલન, સ્કીઈંગ કરનારા 9માંથી 8ના મોત, 1 હજુ ગુમ

AI સમિટમાં પ્રોડક્ટ્સને લઈને ઉઠ્યા ગંભીર સવાલો

બીજી તરફ, આ AI સમિટ વિવાદોમાં પણ ઘેરાઈ છે. ખાસ કરીને ગલગોટિયા યુનિવર્સિટીના સ્ટોલને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટીએ જે બે પ્રોડક્ટ્સ પોતાના હોવાનો દાવો કર્યો હતો, તે ખરેખર ચીન અને કોરિયામાં બનાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ગેરરીતિને કારણે સમિટમાંથી ગલગોટિયા યુનિવર્સિટીનો સ્ટોલ હટાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હોવાના અહેવાલો છે. આમ, એકતરફ બિલ ગેટ્સની ગેરહાજરી અને બીજી તરફ ગલગોટિયા યુનિવર્સિટીનો વિવાદ, આ બંને બાબતો હાલ ચર્ચાનો વિષય બની છે.