World

'ભારત સાથે મોટી ટ્રેડ ડીલ થશે, ચીન સાથે પણ સોદો નક્કી...', ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત

By GS TEAM
27 Jun 20251 min read
TukuTouch Logo
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન તેમણે સંકેત આપ્યો કે ભારત સાથે પણ ટૂંક સમયમાં 'બિગ ડીલ' થશે. ટ્રમ્પે બિગ બ્યુટીફુલ બિલ કાર્યક્રમને સંબોધતી વખતે આ નિવેદન આપ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

'ભારત સાથે મોટી ટ્રેડ ડીલ થશે, ચીન સાથે પણ સોદો નક્કી...', ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત

Donald Trump News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન તેમણે સંકેત આપ્યો કે ભારત સાથે પણ ટૂંક સમયમાં 'બિગ ડીલ'  થશે. ટ્રમ્પે બિગ બ્યુટીફુલ બિલ કાર્યક્રમને સંબોધતી વખતે આ નિવેદન આપ્યું હતું.



ભારત અંગે શું કહ્યું ટ્રમ્પે? 

વેપાર સોદા તરફ ઇશારો કરતાં ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું, "દરેક વ્યક્તિ સોદો કરવા માંગે છે અને તેનો ભાગ બનવા માંગે છે. યાદ રાખો કે થોડા મહિના પહેલા, પ્રેસ કહી રહ્યું હતું કે, 'શું ખરેખર કોઈ છે જેને આમાં રસ છે?' અમે ગઈકાલે જ ચીન સાથે હસ્તાક્ષર કર્યા હતા. અમે કેટલાક મહાન સોદા કરી રહ્યા છીએ. અમે બીજો સોદો કરવા જઈ રહ્યા છીએ, કદાચ ભારત સાથે, ખૂબ મોટો સોદો." 

બધાને ટેરિફથી રાહત નહીં? 

ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે , "અમે દરેક બીજા દેશ સાથે સોદા કરવાના નથી." "અમે બધા સાથે સોદા કરવાના નથી. કેટલાક લોકોને અમે ફક્ત પત્ર મોકલીને ખૂબ ખૂબ આભાર કહેવા જઈ રહ્યા છીએ. તમારે 25, 35, 45 ટકા ચૂકવવા પડશે.''