વ્હાઈટ હાઉસમાં બાઈડેનનું અપમાન, ટ્રમ્પે પૂર્વ પ્રમુખની તસવીરની જગ્યાએ જુઓ શું લગાવ્યું
Joe Biden and donald Trump : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાગના નિર્ણયો ચોંકાવનારા જ હોય છે ત્યારે હવે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એવું કંઇક કર્યું કે જેના કારણે બાઈડેનનું અપમાન થયાનો આરોપ લાગ્યો.
શું હતો મામલો?
માહિતી અનુસાર ટ્રમ્પે પૂર્વ અમેરિકન પ્રમુખ બાઈડેન સામે નિશાન તાકવા અનોખી રીત અપનાવી છે. વ્હાઈટ હાઉસના વેસ્ટ વિંગની બહાર વોક વે પર પૂર્વ પ્રમુખોની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો લગાવેલી હોય છે પણ પ્રેસિડેન્શિયલ વૉક ઓફ ફેમમાં તમે નજર કરશો તો બાઈડેનનું પોટ્રેટ છે જ નહીં. ખરેખર તો વ્હાઇટ હાઉસમાં રોનાલ્ડ રીગનથી લઈને ઓબામા અને ડેમોક્રેટિકના અન્ય તમામ પ્રમુખોના પોટ્રેટ છે પણ બાઈડેનની તસવીરની જગ્યાએ ઓટોપેનની તસવીર લગાવાઈ છે.
બાઈડેન અને ઓટોપેનનું શું કનેક્શન?
ઓટોપેન એક ઓટોમેટેડ મિકેનિકલ અથવા ડિજિટલ ડિવાઇસ હોય છે જે વ્યક્તિના હસ્તાક્ષરને આપમેળે લાગુ કરે છે. તે રોબોટિક આર્મ અથવા પ્રોગ્રામ્ડ પેન દ્વારા કાર્ય કરે છે, જે મૂળ હસ્તાક્ષરના ડિજિટલ પેટર્નને સંગ્રહિત કરે છે અને તેને કાગળ પર ફરીથી બનાવે છે. બાઈડેનના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે બાઈડેનની શારીરિક ક્ષમતાઓને છુપાવવા માટે ઓટોપેનનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમની જાણ વગર મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.