World

ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિએ 800 કૃત્રિમ પગ ટ્રિનિદાદ-ટોબેગોને ભેટ આપ્યા

By GS TEAM
15 Jul 20252 mins read
ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિએ 800 કૃત્રિમ પગ ટ્રિનિદાદ-ટોબેગોને ભેટ આપ્યા

- 'જયપુર ફૂટ' તરીકે જાણીતા આ કૃત્રિમ અંગને યોગ્ય રીતે બેસાડવા 8-10 ટેકનિકલ એક્ષપર્ટસ પણ ટ્રિનિદાદ-ટોબેગો પહોંચી ગયા

વોશિંગ્ટન (ડી.સી.) / પોર્ટ ઓફ સ્પેન : ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ એ ટ્રિનિદાદ-ટોબેગોમાં ૮૦૦ જેટલા 'જયપુર ફૂટ' તરીકે જાણીતા થઈ ગયેલા કૃત્રિમ પગ મોકલી દીધા છે.

થોડા દિવસ પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રની સંસદમાં કરેલી જાહેરાત પ્રમાણે આ કૃત્રિમ પગ આ ટાપુ રાષ્ટ્રમાં મોકલી દેવાયા છે. જેથી જેઓએ અકસ્માતમાં એક યા બીજી રીતે પગ ગુમાવ્યો હોય કે ગુમાવ્યા હોય (બંને પગ) તે સર્વેને રાહત થશે.

આવા કૃત્રિમ પગ બનાવવાનું કામ સૌથી પહેલા જયપુર સ્થિત એક યંત્રશાળા (કારખાનું)બીટ શરૂ કરાયું હોય, તે પગ 'જયપુર-ફૂટ' તરીકે ઓળખાય છે.

આ કૃત્રિમ પગ પગના બાકી રહેલા 'સ્ટમ્પ' ઉપર મોજું પહેરી પહેરવામાં આવે છે. તેને પકડી રાખવા માટે પટ્ટાઓ પણ હોય છે. આથી તે કૃત્રિમ પગ પહેરવાની કાર્યવાહી જરા અટ-પટી છે. તેથી આઠ થી દસ એક્ષપર્ટસ પોર્ટ ઓફ સ્પેન પહોંચી ગયા છે. તેઓ આ કૃત્રિમ પગ પહેરી હાલવા-ચાલવાની પરિસ્થિતિ, આ પગ મેળવનારાને સમજાવશે.

ઉલ્લેખનીય તે છે આ પગ માટે એક પણ પૈસો લેવાતો નથી. આ તો સખાવતી સંસ્થા દ્વારા અપયા છે. આ સખાવતી સંસ્થાનો મુદ્રાલેખ છે વસુધૈવ કુટુમ્બકમ્ (એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે.

આ સખાવતી સંસ્થાના પ્રમુખ પ્રેમ ભંડારીએ આ કાર્યવાહીમાં સહાયરૂપ થવા માટે ભારતના હાઈ કમિશનર ડો. પ્રદીપ સિંહ રાજપુરોહિતનો આભાર માન્યો હતો.