Get The App

સેક્સટોર્શનથી રહો સાવધઃ યુવતીની નગ્ન તસવીરો 100 ઓળખીતા લોકોને મોકલાઈ, જાણો કઈ રીતે કર્યો સામનો

Updated: Jul 30th, 2022

GS TEAM


Google News
Google News
સેક્સટોર્શનથી રહો સાવધઃ યુવતીની નગ્ન તસવીરો 100 ઓળખીતા લોકોને મોકલાઈ, જાણો કઈ રીતે કર્યો સામનો 1 - image


- હેકરે સિક્યોરિટી એમ્પ્લોઈ તરીકે ઓળખ આપીને ફોન હેક થયાનું જણાવી કોડ દ્વારા નતાલીના એકાઉન્ટ પર નિયંત્રણ મેળવી લીધું હતું

- આરોપીએ નતાલીના ઓળખીતા લોકોનો સંપર્ક કરીને ભવિષ્યના શિકાર શોધવા પ્રયત્ન કર્યો હતો 

નવી દિલ્હી, તા. 30 જુલાઈ 2022, શનિવાર

નતાલી ક્લોઝ માટે 2019ના વર્ષનો ડિસેમ્બર મહિનો ખૂબ જ ભયજનક રહ્યો હતો કારણ કે, તેના આશરે 100 જેટલા ઓળખીતા લોકો સુધી તેની નગ્ન તસવીરો પહોંચી ગઈ હતી. તેના મિત્રો, પિતરાઈ ભાઈ-બહેનો, એક પૂર્વ પ્રેમી વગેરે લોકોને સ્નેપચેટ દ્વારા તે તસવીરો મોકલવામાં આવી હતી. જોકે તેની એક મિત્ર કેટી યેટ્સ તરત જ સમજી ગઈ હતી કે, તે એક ઓનલાઈન એટેક છે અને કેટીને ખબર હતી કે, તેનો સામનો કઈ રીતે કરવો. કેટી ન્યૂયોર્કની એક કોલેજની વિદ્યાર્થીની છે તથા અમુક મહિના પહેલા યેટ્સ પણ ઓનલાઈન યૌન હુમલાનો ભોગ બની હતી. કોઈક વ્યક્તિએ તેને સોશિયલ મીડિયા પર બિભત્સ મેસેજીસ મોકલવાનું શરૂ કર્યું હતું.

તે સમયે જ્યારે યેટ્સને લાગ્યું કે, કોલેજ કેમ્પસમાંથી તેને મદદ નથી મળી રહી તો તેણીએ ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાનું શોષણ કરનારાને, પોતાને આ રીતે માનસિક ત્રાસ આપનારાને શોધવા માટેના રસ્તાઓ શોધવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે નતાલી પણ આ પ્રકારની ઘટનાનો ભોગ બની ત્યારે કેટીને લાગ્યું કે, તેની પાસે રહેલી જાણકારી નતાલીના પણ કામમાં આવી શકે છે. ત્યાર બાદ કેટી તરત જ નતાલીના રૂમમાં પહોંચી ગઈ હતી અને તેણીએ ત્યાં રહેલી કાતર, બ્લેડ વગેરે તીક્ષ્ણ વસ્તુઓ ત્યાંથી હટાવી લીધી હતી જેથી નતાલી પોતાની જાતને નુકસાન ન પહોંચાડે. ત્યાર બાદ તેમણે બંનેએ સાથે મળીને નતાલીની નગ્ન તસવીરો વાયરલ કરનારા શખ્સને શોધી કાઢવાનું નક્કી કર્યું હતું. 

તે એક 'સેક્સટોર્શન'નો કેસ હતો જેમાં હુમલો કરનારી વ્યક્તિ કે, શિકાર બનાવનારી વ્યક્તિ શોષણ કરવા માટે અંગત સામગ્રીનો ઉપયોગ કરે છે. નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઈટેડ ચિલ્ડ્રનને ગત વર્ષે ઓનલાઈન શોષણની 44,000 જેટલી ફરિયાદો મળી હતી જેમાં સેક્સટોર્શનના કેસ પણ સામેલ હતા.  

હજારો લોકો બને છે સેક્સટોર્શનનો શિકાર

એફબીઆઈને 2021ના વર્ષમાં સેક્સટોર્શનની 18,000 ફરિયાદો મળી હતી જેમાં પીડિતોએ આ પ્રકારના હુમલાખોરોને કુલ 13.6 મિલિયન ડોલર આપી દીધેલા. સપ્ટેમ્બર મહિનામાં બ્યુરોએ જણાવ્યું હતું કે, અડધાથી વધારે ફરિયાદો પ્રથમ 7 મહિના દરમિયાન મળી હતી જેમાં પીડિતોની ઉંમર 20થી 39 વર્ષની વચ્ચેની હતી. 

દુઃખની વાત એ છે કે, આ પ્રકારના હુમલાઓ સામે લડતી એજન્સીઓ પાસે મોટા ભાગે ડિજિટલ ગુનાઓ સામે લડવા માટેના બજેટ તથા અનુભવની ઉણપ હોય છે. ટેક કંપનીઓ પણ આ મામલે ખૂબ જ ધીમી પ્રતિક્રિયાઓ આપતી હોય છે. સેક્સટોર્શનના અનેક બનાવો ડેટિંગ એપથી શરૂ થાય છે પરંતુ નતાલીના કેસમાં સ્નેપચેટનો ઉપયોગ થયો હતો. 

જાણો કઈ રીતે બનાવી ભોગ

જે હેકરે નતાલીને ટાર્ગેટ કરી હતી તેણે એક સિક્યોરિટી એમ્પ્લોઈ બનીને વાત કરી હતી તથા તેનો ફોન હેક થઈ ગયો હોવાની ચેતવણી આપી હતી. ત્યાર બાદ તેણે એક કોડ શેર કરવા માટે જણાવ્યું હતું અને નતાલીના એકાઉન્ટનું નિયંત્રણ મેળવી લીધું હતું. આ સાથે જ તેણે નતાલીને એકાઉન્ટની બહાર લોક કરી દીધી હતી. 

સ્નેપચેટ કંપનીના કહેવા પ્રમાણે તેમણે જૂન મહિનામાં જ આ અંગેની જાણ થયાના 24 કલાકની અંદર હેકરને નતાલીની પ્રોફાઈલમાંથી કાઢી નાખ્યો હતો, રિમૂવ કરી દીધો હતો. જોકે નતાલીને હજુ સુધી પોતાના એકાઉન્ટની એક્સેસ નથી મળી. 

નતાલીની તસવીરો દ્વારા બીજા શિકારની ફિરાક

હેકરે નતાલીના સ્નેપચેટ એકાઉન્ટના અંગત સેક્શન 'My Eyes Only'માં જઈને તેની નગ્ન તસવીરો પ્રાપ્ત કરી હતી. નતાલીએ દુષ્કર્મના એક ખરાબ અનુભવમાંથી બહાર આવવા માટે પોતાની એ પ્રકારની તસવીરો ક્લિક કરી હતી. પરંતુ હેકરે તે તસવીરો 'જો આપણે બેસ્ટ ફ્રેન્ડ છીએ તો મને સામે મેસેજ કરો' એવું લખીને નતાલીના કોન્ટેક્ટ્સ સુધી પહોંચાડી હતી. વકીલોના કહેવા પ્રમાણે હેરકરે અન્ય લોકોની અંગત માહિતી એકત્રિત કરવા જેથી ભવિષ્યમાં તેમને પણ શિકાર બનાવી શકાય તેવા ઉદ્દેશ્યથી તે મેસેજ કર્યો હતો. ત્યાર બાદ તેણે નતાલી પાસેથી કોઈ માગણી નહોતી કરી. 

નતાલીના સંપર્કમાં રહેલા અનેક લોકોને લાગ્યું કે, તે મેસેજ સાચો છે. મતલબ કે નતાલીએ જ તે મેસેજ મોકલ્યો છે. આ કારણે અનેક લોકોએ તેના સાથે ખરાબ ઈરાદા સાથેની ગેરવર્તણૂક પણ કરી હતી. નતાલીની સ્થિતિ એટલી વિકટ બની ગઈ હતી કે, તેણીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દેવાનો પણ નિર્ણય કર્યો હતો. 

સેક્સટોર્શનથી રહો સાવધઃ યુવતીની નગ્ન તસવીરો 100 ઓળખીતા લોકોને મોકલાઈ, જાણો કઈ રીતે કર્યો સામનો 2 - image

નતાલી અને કેટીની યોજના

નતાલીએ કેટીની મદદથી એક યોજના બનાવી હતી. કેટીએ પોતાની પ્રોફાઈલ દ્વારા નતાલીના એકાઉન્ટનો સંપર્ક સાધ્યો હતો. તેણે એક લિંક મોકલીને લખ્યું હતું કે, તેમાં તેની નગ્ન તસવીરો છે. હકીકતે તે યુઆરએલ કોઈ પોર્ન સાઈટ જેવી હતી અને તેના પર ક્લિક કરનારા લોકોનું આઈપી એડ્રેસ તેમાં કલેક્ટ થઈ જતું હતું. તે લિંક Grabify IP Logger નામની એક વેબસાઈટના માધ્યમથી મોકલવામાં આવી હતી. 

બંને બહેનપણીઓએ હેકરને ઝડપ્યો

જો હેકર કોઈ વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો પ્રયોગ કરતો હોત તો નતાલી-કેટીનો પ્લાન નિષ્ફળ રહેત. હેકર કોઈ વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક નહોતો વાપરતો અને તેના કારણે જ તે પકડાઈ શક્યો. તેના વિશેની જાણકારી મળી એટલે તરત નતાલી અને કેટી દ્વારા મોકલવામાં આવેલી વિકિપીડિયા પર ડાયરેક્ટેડ લિંક હેકરને 'gotcha' લખેલા મેસેજ સુધી લઈ ગઈ. જેનો અર્થ થાય કે, તારો ભાંડો ફૂટી ગયો છે. કેટીએ જણાવ્યું કે, એ મેસેજ જોયા બાદ હેકરે તરત જ તે શું છે તેવો સવાલ કરતો મેસેજ કર્યો હતો પરંતુ તેણીએ તરત જ હેકરને બ્લોક કરી દીધો હતો. ત્યાર બાદ એક પળ માટે તે બંનેને એમ લાગ્યું હતું કે, તેમણે ભૂલ કરી દીધી અને તે શખ્સ હાથમાંથી છટકી જશે કારણ કે, તે મેનહટનમાં છે અને વીપીએન વગરનો આઈફોન વાપરી રહ્યો છે. 

300થી વધારે એકાઉન્ટ હેક કરેલા

જોકે એફબીઆઈ માટે તેમણે એકત્રિત કરેલી વિગતો પૂરતી હતી અને તેમણે હેકરને શોધીને તેની ધરપકડ કરી લીધી હતી. ડેવિડ મૂંડોર નામનો 29 વર્ષીય તે શખ્સ રસોઈ કામ કરતો હતો (શેફ હતો) અને હાર્લેમનો રહેવાસી હતો. તેણે 300થી વધારે સ્નેપચેટ એકાઉન્ટ હેક કર્યા હોવાનું સ્વીકાર્યું હતું. તે અને નતાલી અજનબી જ હતા અને તેણે નતાલીનું એકાઉન્ટ હેક કર્યું હતું. આરોપીને 6 મહિનાની જેલની સજા આપવામાં આવી પરંતુ નતાલીના મતે તે ખૂબ જ ઓછી સજા છે. 


Tags :