નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Benjamin Netanyahu Health Secret : ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પોતાનો મેડિકલ રિપોર્ટ જાહેર કરીને વિશ્વભરને ચોંકાવી દીધા છે. તેમણે ખુલાસો કર્યો છે કે, તેઓ છેલ્લા ઘણાં સમયથી એક ગંભીર બીમારી ઝઝૂમી રહ્યા હતા, જોકે હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત છે. તેઓ 76 વર્ષની ઉંમરે પણ ફિટનેસ અને કામ પ્રત્યેના જુસ્સો ધરાવે, જેણે નિષ્ણાંતોને પણ ચોંકાવી દીધા છે.
મેડિકલ રિપોર્ટમાં પ્રોસ્ટેટમાં ખતરનાક સ્પૉટ મળ્યો હતો
જ્યારે થોડા દિવસો પહેલા નેતન્યાહૂનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે તેમના પ્રોસ્ટેટમાં એક નાનો સ્પૉટ હોવાનું સામે આવ્યું હતું. પછી ડૉક્ટરોએ તાત્કાલીક તપાસ શરૂ કરીને પુષ્ટી કરી છે કે, આ સ્પૉટ શરૂઆતના સ્ટેજનો એક મૈકિગ્રેન્ટ એટલે કેન્સરયુક્ત ટ્યૂમર હતો. ડૉક્ટરોએ કહ્યું છે કે, નેતન્યાહૂની ઉંમર પ્રમાણે આવા પ્રકારના સ્પૉટ હોવા સામાન્ય વાત છે. હાલ તેમની પાસે બે વિકલ્પ હતા. એટલે કે માત્ર સમયસર મોનિટરિંગ કરવામાં આવે અથવા કંઈપણ ન કરવામાં આવે. એટલે કે, તાત્કાલીક સારવાર કરીને ટ્યૂમરને સંપૂર્ણ ખતમ કરવામાં આવે.
મેડિકલ રિપોર્ટ બે મહિના મોડો જાહેર કર્યો
ઈઝરાયેલના વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોતાનો વાર્ષિક મેડિકલ રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે, તેઓ હવે સંપૂર્ણપણે સ્વસ્થ અને ઉત્તમ શારીરિક સ્થિતિમાં છે. તેમણે ખુલાસો કર્યો કે યુદ્ધના સમયે ઈરાન દ્વારા ખોટો પ્રચાર ન ફેલાય તે માટે તેમણે આ રિપોર્ટ બે મહિના મોડો જાહેર કર્યો હતો. નેતન્યાહૂએ જણાવ્યું કે દોઢ વર્ષ પહેલા પ્રોસ્ટેટની સર્જરી બાદ રૂટિન ચેકઅપ દરમિયાન તેમના પ્રોસ્ટેટ પર એક ઇંચથી પણ નાનો એક સ્પોટ જોવા મળ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે કેન્સરની શરૂઆતનું સ્ટેજ હતું, પરંતુ તે ક્યાંય ફેલાયું નહોતું. ડોક્ટરોએ તેમને માત્ર નિરીક્ષણ હેઠળ રહેવા અથવા સારવાર કરાવવાના બે વિકલ્પ આપ્યા હતા.
આ પણ વાંચો : ‘શત્રુઓ ભાંગી પડ્યા છે...’, યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈઝરાયલને મોજતબા ખામેનેઈની નવી ચેતવણી
બીમારી હોય કે દુશ્મન આ જ કરું છું : નેતન્યાહૂ
નેતન્યાહૂએ પોતાનો મેડિકલ રિપોર્ટ શેર કરીને કહ્યું છે કે, ‘જ્યારે કોઈપણ ખતરાની માહિતી મને સમયસર મળી જાય છે તો હું તેને તુરંત ખતમ કરવા લાગી જવું છું. ભલે તે દેશ સાથે જોડાયેલી બાબત હોય કે પછી મારી વ્યક્તિગત જિંદગીની... મેં મારી બીમારી સાથે તે જ કર્યું છે.’ એટલે કે નેતન્યાહૂનું કહેવું છે કે, જ્યારે તેમને બીમારીની સમયસર માહિતી મળી, ત્યારે તેમણે દુશ્મનની જેમ બીમારીને પણ ખતમ કરી નાખી છે. તેમણે જેરુસલેમની હદાસા હોસ્પિટલની ટીમનો આભાર માન્યો અને ઈઝરાયેલના નાગરિકોને પણ સમયસર સ્વાસ્થ્ય તપાસ કરાવવાની અપીલ કરી છે.









