World

લાંચ અને છેતરપિંડીનો કેસ : ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ માફી માંગી

By GS TEAM
30 Nov 20252 mins read
TukuTouch Logo
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભ્રષ્ટાચારના આરોપોના કેસમાં રાષ્ટ્રપ્રમુખ આઈઝેક હર્ઝોગ સમક્ષ માફી માંગી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે નેતન્યાહૂના આગ્રહને સ્વીકારતા જણાવ્યું છે કે, આ અંગે જવાબદારીપૂર્વક વિચારણા કરવામાં આવશે. માફીની આ પ્રક્રિયામાં ન્યાય મંત્રાલયની સલાહ લેવામાં આવશે અને જાહેર હિતના પાસાઓને ધ્યાનમાં લેવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાંચ અને છેતરપિંડીનો કેસ : ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ માફી માંગી

Netanyahu Pardon Request : ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભ્રષ્ટાચારના આરોપોના કેસમાં રાષ્ટ્રપ્રમુખ આઈઝેક હર્ઝોગ સમક્ષ માફી માંગી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે નેતન્યાહૂના આગ્રહને સ્વીકારતા જણાવ્યું છે કે, આ અંગે જવાબદારીપૂર્વક વિચારણા કરવામાં આવશે. માફીની આ પ્રક્રિયામાં ન્યાય મંત્રાલયની સલાહ લેવામાં આવશે અને જાહેર હિતના પાસાઓને ધ્યાનમાં લેવામાં આવશે.

નેતન્યાહૂ પર શું આરોપો છે?

નેતન્યાહૂ ઈઝરાયલના ઈતિહાસમાં એકમાત્ર એવા વડાપ્રધાન છે જે ત્રણ અલગ-અલગ કેસોમાં છેતરપિંડી, વિશ્વાસઘાત અને લાંચના આરોપોને લઈને કેસનો સામનો કરી રહ્યા છે. તેમની સામેનો કેસ મે-2020માં શરૂ થયો હતો. હમાસ સાથે યુદ્ધ બાદ ડિસેમ્બર-2024માં નેતન્યાહૂની જુબાની શરૂ થઈ હતી, જોકે કેસની સુનાવણીમાં વારંવાર ટળી છે. તેમને અત્યાર સુધી કોઈ પણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા નથી.

નેતન્યાહૂએ રાષ્ટ્રપતિ કાર્યાલયે ક્ષમાદાનની વિનંતી કરી

ઈઝરાયલી વડાપ્રધાન કાર્યાલયે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું કે, નેતન્યાહૂએ રાષ્ટ્રપતિ કાર્યાલયના કાયદાકીય વિભાગ સમક્ષ ક્ષમાદાનની વિનંતી રજૂ કરી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે આ વિનંતીને અસાધારણ અનુરોધ ગણાવ્યો છે, જેની મહત્વપૂર્ણ અસરો હોઈ શકે છે. આ વિનંતી અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈઝરાયલને નેતન્યાહૂને માફ કરવા વિનંતી કર્યાના થોડા અઠવાડિયા બાદ આવી છે.

આ પણ વાંચો : ટ્રમ્પ દુનિયાને આપશે મોટો ઝટકો! અમેરિકામાં વિદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી, ખુદ આપ્યો સંકેત

ડોનાલ્ડ ટ્રમ્પે પત્ર લખી ક્ષમાદાનની માંગ કરી હતી

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ઈઝરાયલના રાષ્ટ્રપતિને પત્ર લખીને નેતન્યાહૂ માટે ક્ષમાદાનની માંગ કરી હતી. ટ્રમ્પે પત્રમાં લખ્યું હતું કે, ‘આ ઐતિહાસિક સમયમાં તમને પત્ર લખવો મારા માટે સન્માનની વાત છે, કારણ કે અમે મળીને ઓછામાં ઓછા 3000 વર્ષોથી અપેક્ષિત શાંતિ પ્રાપ્ત કરી છે. હું તમને બેન્જામિન નેતન્યાહૂને સંપૂર્ણપણે માફ કરવા વિનંતી કરું છું, જે યુદ્ધના સમયમાં એક જબરદસ્ત અને નિર્ણાયક વડાપ્રધાન તરીકે ઉભરી આવ્યા છે અને હવે ઈઝરાયલને શાંતિના યુગ લઈ જઈ રહ્યા છે.’

આ પણ વાંચો : દેશની સુરક્ષા વધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ત્રણ રાજ્યોમાં બનાવશે રાફેલ-બ્રહ્મોસથી સજ્જ સૈન્ય મથક