Get The App

VIDEO: પાકિસ્તાનના રાષ્ટ્રપતિની દીકરીના કાફલા પર ટોળાએ કર્યો હુમલો, લાકડી-દંડા લઈને તૂટી પડ્યા પ્રદર્શનકારીઓ

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO: પાકિસ્તાનના રાષ્ટ્રપતિની દીકરીના કાફલા પર ટોળાએ કર્યો હુમલો, લાકડી-દંડા લઈને તૂટી પડ્યા પ્રદર્શનકારીઓ 1 - image


Aseefa Bhutto convoy: પાકિસ્તાનમાં કરાચીના સિંધમાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની પુત્રી અને પૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટોની દીકરી સાંસદ આસિફા ભુટ્ટોના કાફલાને પ્રદર્શનકારીઓના ટોળાએ ઘેરી લીધી. તે જમશોરો ટોલ પ્લાઝાથી પસાર થઈ રહી હતી. અહીં પર એક કેનાલ પરિયોજના છે જેનો વિરોધ પ્રદર્શન ઘણા સમયથી કરી રહ્યા છે. તંત્રએ જણાવ્યું કે, કાફલાને કોઈપણ પ્રકારનું નુકસાન નથી થયું.

જણાવવામાં આવી રહ્યું છે કે, પ્રદર્શનકારીઓએ આસિફા ભુટ્ટોના કાફલા પર લાકડી-દંડા વડે હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ અહીં પર નહેર પરિયોજના અને કોર્પોરેટ અને ફાર્મિંગ વિરૂદ્ધ ઉભા થયા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે. પાકિસ્તાની મીડિયાના અનુસાર, ટોળાએ કાફલાને ઘેરી લેતા, તાત્કાલિક સુરક્ષાદળો અને ફોર્સે કાર્યવાહી કરતા આસિફા ભુટ્ટોના વાહનને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દીધું હતું. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, પરિયોજનાથી ખેડૂતો અને સામાન્ય જનતાને નુકસાન થશે. 

તંત્રના જણાવ્યા અનુસાર, આ કેસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. કેટલાક શંકાસ્પદોની ધરપકડ પણ કરવામાં આવી છે. જો કોઈ જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષા દળો આવી ઘટનાઓને ગંભીરતાથી લે અને સામાજિક શાંતિ જાળવવા માટે પ્રતિબદ્ધ રહે.

Tags :