World

નાટો દેશ લિથુઆનિયા પર બેલારુસનો હાઇબ્રિડ હુમલો, છેવટે ઇમરજન્સી જાહેર કરવાની ફરજ પડી

By GS TEAM
9 Dec 20252 mins read
નાટો દેશ લિથુઆનિયા પર બેલારુસનો હાઇબ્રિડ હુમલો, છેવટે ઇમરજન્સી  જાહેર કરવાની ફરજ પડી

મોસ્કો,૯ ડિસેમ્બર,૨૦૨૫,મંગળવાર 

નાટો દેશ લિથુઆનિયા પર રશિયાની તરફદારી કરતા બેલારુસ નામના દેશ તરફથી હાઇબ્રિડ હુમલો થતા ઇમરજન્સી  જાહેર કરવાની ફરજ પડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્મગલર ગુબ્બારાથી થયેલા હુમલાના લીધે વિલનિયસ એરપોર્ટ એરપોર્ટ બંધ કર્યા છે. લિથુઆનિયા પરના હુમલાના લીધે યુરોપીય દેશોમાં પણ નવેસરથી ભય ફેલાયો છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા લિથુઆનિયાની સરકારે  સૈન્યને વધુ પાવર આપવાની દેશની સંસદને અપીલ કરી છે. જો પાર્લામેન્ટ આ પ્રસ્તાવને માની લે તો કોઇ પણ વિસ્તારમાં લોકોને જવા કે આવવા પર પ્રતિબંધ લગાવી શકશે. ગાડીઓને રોકવાની અને ચેકિંગ કરવાની સત્તા મળશે. વિરોધ કરનારાને આરોપની શંકા હેઠળ પકડીને પુછપરછ કરવાની સત્તા છે.

લિથુઆનિયાનો બેલારુસ પર આરોપ છે કે ગુબ્બારામાં સિગારેટ જેવો સામાન લઇ જવા માટે સામાન લઇ જતા સ્મગલરો મોકલતા હોય છે પરંતુ આ કોઇ તસ્કરીનો નહી પરંતુ સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર વિષય છે. લિથુઆનિયાના આંતરિક મંત્રી વ્લાદિસ્લાવ કોંડ્રાટોવિકે લાઇવ સ્ટ્રીમ મીટિંગમાં કહયું હતું કે ઇમરજન્સીની ઘોષણા સિવિલ એવિએશનમાં અવરોધના લીધે જ નહી પરંતુ નેશનલ સિકયોરિટીના હિતોના કારણે કરવામાં આવી છે.


જો કે બેલારુસ  આવા કોઇ પણ પ્રકારના હાઇબ્રિડ હુમલાનો ઇન્કાર કર્યો છે એટલું જ નહી લિથુઆનિયા પર  ગેર કાયદેસર સામગ્રી ડ્રોપ કરવા માટે ડ્રોન મોકલવાનો આરોપ લગાવ્યો હતો. વર્ષ ૨૦૨૧માં પણ બેલારુસના બોર્ડર વિસ્તારમાં ઇમરજન્સી લગાવી હતી કારણ કે બેલારુસ ગેર કાનુની રીતે પ્રવાસીઓને સીમા પાર મોકલવાનું  અભિયાન ચલાવતું હતું. રશિયાએ યુક્રેન પર હુમલા પછી લિથુઆનિયાને ફરી નિશાન બનાવ્યું છે. યુરોપીયન કમીશનની પ્રેસિડેન્ટ ઉર્સુલા વૉન ડેર લેયેન ૧ ડિસેમ્બરના રોજ ગુબ્બારાને બેલારુસનો હાઇબ્રિડ હુમલો ગણાવ્યો હતો. નાટો દેશ લિથુઆનિયાને રશિયા તરફથી ખતરો તોળાઇ રહયો છે.