World

બાંગ્લાદેશમાં સરકાર રચાતાં પહેલાં બબાલ કટ્ટરપંથી જમાતે BNPને આખરીનામું આપી દીધું

By GS TEAM
17 Feb 20262 mins read
બાંગ્લાદેશમાં સરકાર રચાતાં પહેલાં બબાલ કટ્ટરપંથી જમાતે BNPને આખરીનામું આપી દીધું

- બાંગ્લાદેશ શપથ ગ્રહણ : પ્રથમ ગ્રાસે મક્ષિકા

- BNPએ સંવિધાન સુધાર પરિષદના સભ્ય તરીકે શપથ લેવાનો ઇન્કાર કરતાં નારાજ થયેલી જમાત એ ઇસ્લામીએ તેના સાંસદોને શપથ લેવાની ના પાડી

ઢાકા : બાંગ્લાદેશમાં ચૂંટણી વિજય મેળવ્યા પછી, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના સાંસદોએ સંવિધાન સુધાર પરિષદના સભ્ય તરીકે પણ શપથ લેવાનો ઇનકાર કરતાં કટ્ટરપંથી પાર્ટી જમાત એ ઇસ્લામીએ તેના નવ નિર્વાચીત સાંસદોને મંગળવારે શપથ લેવા ઉપર પ્રતિબંધ મુકતો આદેશ પ્રસિદ્ધ કરી દીધો છે. મુખ્ય નિર્વાચન આયુક્ત (ચીફ ઇલેક્શન કમિશનર) સંસદ ભવનમાં બીએનપીના સાંસદોને શપથ તો લેવડાવ્યા પરંતુ તે પછી જમાતના સાંસદો શપથ લેવડાવવાના હતા. જેની તેઓએ ના કહી. તેનું કારણ દર્શાવતાં જમાતના ઉપાધ્યક્ષ અબ્દુલ્લા મોહમ્મદ તાહીરે કહ્યું : જ્યાં સુધી બીએનપીના સાંસદો, સાંસદ તરીકે અને સાથોસાથ સંવિધાન સુધાર પરિષદના સભ્યો તરીકે પણ શપથ ન લે ત્યાં સુધી અમે સંસદના સભ્યો તરીકે શપથ નહીં લઈએ. તેઓએ આગળ કહ્યું કે સંવિધાનમાં સુધારા કર્યા વિના સંસદ જ બેકાર છે.

આમ નવી સંસદના પ્રારંભે જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી. જોકે પછીથી ઘણી સમજાવટ પછી જમાત-એ-ઈસ્લામીનાં નેતૃત્વ નીચેની અન્ય ૧૧ પાર્ટીનાં સાંસદોએ તેમજ અપક્ષ સાંસદોએ પણ સંસદ સભ્ય તરીકે શપથ લીધા હતા, તેમજ સંવિધાન સુધાર પરિષદના સભ્યો તરીકે બીએનપીના સાંસદોની જેમજ પછીથી શપથ લીધા હતા.

નિરીક્ષકોનું મંતવ્ય તેવું રહ્યું છે કે કટ્ટરપંથી જમાત તથા તેના અગીયાર સાથી પક્ષોના સાંસદો બાંગ્લાદેશની સંસદને શાંતિથી ચાલવા દે તે બહુ સંભવિત લાગતું નથી. ટૂંકમાં તારિક રહેમાન માટે હવે સીધાં ચઢાણ છે તે નિશ્ચિત્ત છે.