Get The App

ફ્લાઇટમાં ફોન સીટ નીચે પડી જાય તો સાવધાન! લાગી શકે છે આગ, એરલાઇન્સે આપી ચેતવણી

Updated: Mar 24th, 2025

GS TEAM

Google News
Google News
ફ્લાઇટમાં ફોન સીટ નીચે પડી જાય તો સાવધાન! લાગી શકે છે આગ, એરલાઇન્સે આપી ચેતવણી 1 - image
Image Mata AI

Be careful if your phone falls under the seat in a flight: જો તમે ફ્લાઈટમાં મુસાફરી કરતાં હોવ અને જો તમારો ફોન સીટ નીચે પડી જાય તો સાવધાન થઈ જજો. કારણ કે, સ્માર્ટફોન ઉપાડતી વખતે આગ લાગી શકે છે. અને તમારા જીવને જોખમમાં મુકી શકો છો. એરલાઈન્સે આ અંગે હાલમાં જ ચેતવણી જાહેર કરી છે. 

આ પણ વાંચો : ફોટો મોકલવો યુઝર્સ માટે વધુ મજેદાર બનશે, વોટ્સએપ લાવી રહ્યું છે મોશન ફોટો ફીચર

સ્માર્ટ ફોનમાં હોય છે પાવરહાઉસ

હકીકતમાં, એક એરલાઇન ઓથોરિટીએ હાલમાં જ આ અંગે ચેતવણી આપી દીધી છે. શું તમે જાણો છો કે આ કેટલું ખતરનાક છે? આજકાલ, સ્માર્ટફોનમાં પાવર માટે લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે થાય છે, જે એક નાનું પાવર હાઉસ હોય છે. તેની મદદથી મોબાઇલને પાવર બેકઅપ મળે છે.

સીટમાં મેકેનિઝમમાં ફસાઈ જાય છે

ફ્લાઈટ મુસાફરી દરમિયાન જો તમારો સ્માર્ટફોન સીટ નીચે પડી જાય છે અથવા તેના મિકેનિઝમમાં ફસાઈ જાય છે. અને જો મુસાફરો તેને દૂર કરવા માટે સીટને આગળ પાછળ કરો છો તો તેનાથી ફોનમાં આગ લાગી શકે છે.

ફોનમાં લાગી શકે છે આગ

સીટને આગળ પાછળ ખસેડવાને કારણે ઘર્ષણને કારણે મોબાઇલ ફાટી શકે છે અને તેની બેટરીમાં આગ લાગી શકે છે. આ પ્રકારના કેસ સામે આવી ચૂક્યા છે. 

વર્ષ 2018માં થઈ હતી દુર્ઘટના

વર્ષ 2018 માં ક્વાન્ટાસ ફ્લાઇટ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન જઈ રહી હતી. ત્યારે એક વ્યક્તિનો મોબાઈલ સીટમાં ફસાઈ ગયો અને તેને કાઢવાનો પ્રયાસ કરતી વખતે તેમાં આગ લાગી હતી.

ક્રૂએ તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો 

એ પછી ફ્લાઇટમાં હાજર ક્રૂએ તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો આગને ફેલાતી અટકાવી દીધી હતી. આ દરમિયાન તેમણે ઘણા લોકોના જીવ બચાવ્યા હતા.

આ પણ વાંચો : ઇન્સ્ટાગ્રામ પર હવે કમેન્ટ કરવા માટે વિચારવાની જરૂર નહીં પડે, યુઝર્સ માટે હવે AI સજેસ્ટ કરશે...

ઓથોરિટીએ ચેતવણી જારી કરી

ઓસ્ટ્રેલિયન નાગરિક ઉડ્ડયન સલામતી ઓથોરિટી દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. જેમા કહેવામાં આવ્યું હતું કે જો ફોન એરલાઇનમાં સીટ નીચે અથવા સીટ મિકેનિઝમમાં ફસાઈ જાય, તો સીટને આગળ પાછળ ખસેડવાથી ફોનની બેટરીમાં આગ લાગી શકે છે. ઓસ્ટ્રેલિયન ઓથોરિટીએ કહ્યું કે, જો તમને આવી સ્થિતિનો સામનો કરવો પડે છે, તો હંમેશા એરલાઇન ક્રૂની મદદ લો અને તમારો ફોન બહાર કાઢો.