સાન જુઆન, (પ્યુએર્ટો રિકો) બાર્બાડોઝે મંગળવારથી ક્વીન એલિઝાબેથ-ટુનો તાજ એટલે કે ક્વીનનો તાજ દૂર કર્યો છે અને આ સાથે તેણે સંસ્થાનવાદી ભૂતકાળને પણ દફનાવી દીધો છે. તેના ઇતિહાસમાં તે સૌપ્રથમ વખત પ્રજાસત્તાક બન્યું છે.
પ્રિન્સ ચાર્લ્સ સહિત કેટલાક નેતાઓ અને સન્માનિતોએ આ માટે સોમવારે મોડેથી યોજાયેલા સમારંભમાં હાજરી આપી હતી. પોપ્યુલર સ્કવેરમાં આ સમારંભ યોજાયો હતો. આ સ્થળે ગયા વર્ષે જાણીતા બ્રિટિશ લોર્ડનું સ્ટેચ્યુ ગયા વર્ષ દૂર કરાયુ હતુ. ગયા વર્ષે અત્યાચારના પ્રતીકો દૂર કરવાની ચાલેલી લહેરમાં બ્રિટિશ લોર્ડની મૂર્તિ દૂર કરાઈ હતી.

બાર્બાડોઝ સત્તાવાર રીતે પ્રજાસત્તાક બનતા લોકોએ આતશબાજી કરી હતી. સમગ્ર ટાપુ પર આ ઇવેન્ટ એકદમ ભવ્ય બની રહી હતી. સોથી વધારે પાન પ્લેયર્સ અને સંખ્યાબંધ કલાકારો સાથેનું ઓરકેસ્ટ્રા હતુ. તેનું ઓનલાઇન પ્રસારણ થતું હતું. અમેરિકા, કેનેડા અને બીજા સ્થળોએ જીવતા લોકોએ તેના માટે અભિનંદનના સંદેશા પણ પાઠવ્યા હતા. એક વ્યુઅરે લખ્યું હતું કે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અને બધા માટે સ્વતંત્રતા.
બાર્બાડોઝને પ્રજાસત્તાક બનાવવાની ચળવળ બે દાયકા પહેલા શરૃ થઈ ગઈ હતી અને ગયા મહિને જ આઇલેન્ડની સંસદે બે તૃતિયાશ બહુમતીથી તેના પ્રથમ પ્રમુખ ચૂંટયા હતા. બાર્બાડોઝના ગવર્નર જનરલ સાંદ્રા મેસન મંગળવારે ટાપુ બ્રિટનથી મુક્ત થયાના 55 વર્ષની ઉજવણી કરશે ત્યારે શપથ લેશે. ૭૨ વર્ષના મેસન એટર્ની છે અને જજ છે તથા તે વેનેઝુએલા, કોલંબિયા, ચીલી અને બ્રાઝિલમાં રાજદૂત તરીકે કામ ગીરી બજાવી ચૂક્યા છે.


