Get The App

હાર્વર્ડ યુનિવર્સિટીએ ન માની ટ્રમ્પની વાત, વ્હાઇટ હાઉસે રોકી દીધું ફંડિંગ, ઓબામાએ કરી ટીકા

Updated: Apr 15th, 2025

GS TEAM

Google News
Google News
હાર્વર્ડ યુનિવર્સિટીએ ન માની ટ્રમ્પની વાત, વ્હાઇટ હાઉસે રોકી દીધું ફંડિંગ, ઓબામાએ કરી ટીકા 1 - image

Barack Obama Praises Harvard University Stand: અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા ઘણા સમય બાદ અમેરિકન સરકાર પર પ્રહાર કરતાં જોવા મળ્યા છે. તેમણે શૈક્ષણિક સંસ્થાઓ પર નિયંત્રણો મેળવવા ઇચ્છુક વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતાં હાર્વર્ડ યુનિવર્સિટીના નિર્ણયને વધાવ્યો છે.

બરાક ઓબામાએ જણાવ્યું હતું કે, હાર્વર્ડ યુનિવર્સિટીએ કેમ્પસમાં ટ્રમ્પ સરકારના નિયંત્રણોની માગ ફગાવીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. હાર્વર્ડના પ્રેસિડન્ટ એલન ગાર્બરે સોમવારે નિવેદન આપ્યું હતું કે, અમે સરકારની માગ સામે ઝૂકીશું નહીં. ટ્રમ્પ સરકારે અમેરિકાની સૌથી જૂની યુનિવર્સિટીમાં સુધારા કરવા અને પ્રવેશ નીતિઓમાં ફેરફાર કરવા દખલગીરી કરી હતી. ટ્રમ્પની વાત ન માનતાં સરકારે યુનિવર્સિટીનું ફંડિંગ અને કોન્ટ્રાક્ટ અટકાવી દીધા છે.

ટ્રમ્પ એકેડમીની આઝાદી છીનવી લેવા માગે છે

ઓબામાએ સોશિયલ મીડિયા X પર લખ્યું કે, હાર્વર્ડે અન્ય યુનિવર્સિટી માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. એકેડમીની સ્વતંત્રતાનો શ્વાસ રુંધવો એ અયોગ્ય અને ગેરકાયદાકીય પ્રયાસ છે. જેને ફગાવીને હાર્વર્ડ યુનિવર્સિટીએ યોગ્ય નિર્ણય લીધો છે. અન્ય યુનિવર્સિટી પણ હાર્વર્ડનું અનુસરણ કરી નિર્ણય લે. જેથી તમામ વિદ્યાર્થીઓ ઈન્ટેલેક્ચ્યુઅલ, ગહન ચર્ચા-વિચારણા અને પરસ્પર આદરના માહોલનો લાભ લઈ શકે.

આ પણ વાંચોઃ UKના આ શહેરમાં બિલાડી જેવડા ઉંદરોનો આતંક, તંત્ર નિષ્ફળ રહેતા સેનાની મદદ લેવી પડી

ટ્રમ્પે અમુક પ્રતિબંધો લાદવા કરી હતી ભલામણ

ટ્રમ્પે હાર્વર્ડને એક પત્ર લખી માગ કરી હતી કે, યુનિવર્સિટી પરિસરમાં વિવિધતા પર વિચારોનું ઓડિટ કરવામાં આવે અને અમુક સ્ટુડન્ટ ક્લબની માન્યતાને રદ કરે. ટ્રમ્પની આ ભલામણોને ધ્યાનમાં લેતાં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ એલન ગાર્બરે હાર્વર્ડ સમુદાયને એક જાહેર પત્ર લખી જણાવ્યું હતું કે, કોઈ પણ સરકાર હોય, ગમે તે પક્ષ સત્તામાં હોય. તેઓ નિર્ણય નહીં લે કે, ખાનગી યુનિવર્સિટીઓ શું શીખવશે, કોને પ્રવેશ આપશે અને કોને નોકરી પર રાખી શકશે, તેઓ યુનિવર્સિટી કયા ક્ષેત્રોમાં અભ્યાસ અને કારકિર્દી ઘડી શકે છે, તેનો નિર્ણય કરે નહીં."

ડોનાલ્ડ ટ્રમ્પે ફંડિંગ અટકાવ્યું

હાર્વર્ડ દ્વારા માંગણીઓ નકારી કાઢ્યા પછી, ટ્રમ્પ સરકારે જાહેરાત કરી કે તે યુનિવર્સિટીની 2.2 અબજ ડૉલરથી વધુની ગ્રાન્ટ અને 60 મિલિયન ડૉલરના કોન્ટ્રાક્ટ અટકાવશે. અગાઉ, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કોલંબિયા યુનિવર્સિટીને પણ પોતાના નિયમો લાગુ કરવા અપીલ કરવામાં આવી હતી. જેનો યુનિવર્સિટીએ સ્વીકાર કર્યો હતો.

હાર્વર્ડ યુનિવર્સિટીએ ન માની ટ્રમ્પની વાત, વ્હાઇટ હાઉસે રોકી દીધું ફંડિંગ, ઓબામાએ કરી ટીકા 2 - image