Get The App

લંડનમાં હરાજીમાં બેન્કસીની પેઇન્ટિંગનાં 10 કરોડ ઉપજ્યા, પોતાનો જ રેકોર્ડ તોડયો

- આર્ટિસ્ટનો ચેહરો કોઇએ જોયો નથી છતા તેની પેઇન્ટિંગ વિશ્વભરમાં પ્રખ્યાત

- બેન્કસીની તસવીર પણ કોઇએ નથી જોઇ, બ્રિટન સહીતના દેશોમાં રસ્તાઓની દિવાલો પર વિવિધ વિષયો પર પેઇન્ટિંગ બનાવે છે

Updated: Oct 6th, 2018

GS TEAM

Google News
Google News
લંડનમાં હરાજીમાં બેન્કસીની પેઇન્ટિંગનાં 10 કરોડ ઉપજ્યા, પોતાનો જ રેકોર્ડ તોડયો 1 - image

લંડન, તા. ૬

બ્રિટિશ સ્ટ્રીટ આર્ટિસ્ટ અને પેઇન્ટર બેંન્કસીએ સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. બેંન્કસીની એક પેઇન્ટિંગની હરાજી કરવામાં આવી હતી જેને ૧.૨ મિલિયન પાઉન્ડ એટલે કે આશરે ૧૦ કરોડ રૃપિયામાં વેચવામાં આવી હતી. આ પેઇન્ટિંગમાં એક બલુનની સાથે નાની બાળકી જોવા મળી રહી છે. આ પેઇન્ટિંગને સોથેબી ઓક્શન હાઉસ દ્વારા હરાજી માટે મુકવામાં આવી હતી. જેને કોઇ આર્ટ પ્રેમીએ આટલી ઉંચી કિમતમાં ખરીદીને સમગ્ર વિશ્વમાં આ પેઇન્ટિંગ અને તેને બનાવનારી વ્યક્તિની ચર્ચા જગાવી છે.

બેન્કસી સમગ્ર વિશ્વમાં તેની પેઇન્ટિંગને કારણે ચર્ચામાં છે. જોકે હજુસુધી તેની મુળ તસવીર કે ચેહરો જાહેરમાં નથી આવ્યો. તે બ્રિટન સહીતના યુરોપિયન અને અન્ય દેશોમાં દિવાલો પર અનેક પ્રકારની વોલ પેઇન્ટિંગ કરી ચુક્યા છે. જોકે તેઓ જ્યારે પેઇન્ટિંગ કરે છે ત્યારે તેને કોઇ જોઇ ન શકે તેવા સમય અને સ્થળને પસંદ રે છે. બેન્કસી મુળ બ્રિટનના બ્રિસ્ટોલના રહેવાસી છે, જોકે તેમણે ક્યારેય પોતાની મુળ ઓળખ જાહેર નથી કરી.

તે દિવાલો પર વિવિધ સેલિબ્રિટિ કે પ્રખ્યાત વ્યક્તિઓ તેમજ અન્ય સામાજિક મુદ્દાઓ પર પેઇન્ટિંગ કરે છે. ઘણા વર્ષોથી આ આર્ટિસ્ટ સક્રિય હોવાનું મનાઇ રહ્યું છે. કેમ કે ૨૦૦૮માં પણ આર્ટિસ્ટની એક પેઇન્ટિંગ લાખો રૃપિયામાં વેચાઇ હતી. જ્યારે હવે તેણે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડયો છે. મોટા ભાગે કટાક્ષ કરતા પેઇન્ટિંગ બનાવવાનું બેન્કસી વધુ પસંદ કરે છે. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઇ રહી હોવાના દાવા થતા રહ્યા છે.

 જોકે હજુસુધી તે ક્યારેય સામે નથી આવ્યા કે ન તો શેર થનારી તસવીર તેની જ છે તેની કોઇ સત્તાવાર માહિતી છે. માત્ર બ્રિટન જ નહીં, પેરીસ, જર્મની, અમેરિકા સહીતના અનેક દેશોમાં આ આર્ટિસ્ટ દિવાલ પેઇન્ટિંગ કરે છે. જે પેઇન્ટિંગના કરોડો રૃપિયાની બોલી લગાવવામાં આવી તેમાં સ્પ્રે પેઇન્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એક નાની બાળકી દિલ આકારના બલુનને પકડવાનો પ્રયાસ કરે છે.

Tags :