ચાઈનીઝ જેટ્સ અને એન્કોચમેન્ટને લીધે 20 વર્ષમાં બાંગ્લાદેશ એરફોર્સે 27 યુદ્ધ વિમાનો ગુમાવ્યાં

- સોમવારે બાંગ્લાદેશ એરફોર્સનું વિમાન તૂટી પડતાં 25નાં મોત થયાં : 171થી વધુને ઇજાઓ થઈ, આ અંગેના રીપોર્ટમાં જણાવાયું છે કે વિમાન હવામાં જ હતું ત્યાં ટેકનિકલ ખામી શરૂ થઇ હતી
ઢાકા : બાંગ્લાદેશ એરફોર્સનું વિમાન એક શાળા અને પાસેની કોલેજ પર તૂટી પડતાં ૨૫નાં મૃત્યુ થયાં હતાં, ૧૭૧થી વધુને ગંભીર ઇજાઓ થઇ હતી. ચીનની બનાવટનું આ એફ-૭, બીજી આઈ પ્રકારનું ફાયરજેટ વિમાન હતું.
છેલ્લાં કેલાક વર્ષોમાં થયેલ આ એક અતિ ગંભીર વિમાની દુર્ઘટના છે.
પાયલોટ ફ્લાઇટ લેફ્ટેનન્ટ તૌકીર ઇસ્લામ સાગર જેઓની આ સૌથી પહેલી સોલો ફ્લાઇટ હતી તેઓને પણ ગંભીર ઇજાઓ થઇ હતી. તેમને હોસ્પિટલમાં લઇ જવાયા, જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા.
બાંગ્લાદેશની ઇન્ટર સર્વિસ પબ્લિક રીલેશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીને લીધે આ દુર્ઘટના બની હતી. તેમાં મેન્યુફેકચરિંગ ખામી પણ હતી.
આ વિમાન ચીનની બનાવટનું હતું જે એફ-૭ બીજી આઈ પ્રકારનું હતું. બાંગ્લાદેશે છેલ્લા ૨૦ વર્ષમાં ૨૭ યુદ્ધ વિમાનો ગુમાવ્યાં છે. જે પૈકી મોટા ભાગનાં તો ચીની બનાવટનાં જ યુદ્ધ વિમાનો છે જે પૈકી સૌથી વધુ સંખ્યા ચીની બનાવટનાં યુદ્ધ વિમાનોની છે. આ ઉપરાંત ૩ રશિયન બનાવટનાં અને ૧ ઝેક બનાવટનું પણ યુદ્ધ વિમાન સમાવિષ્ટ છે.








