નેતાઓની ધરપકડના વિરોધમાં બલુચોના કલાત, કરાચી અને ઈસ્લામાબાદમાં દેખાવો

- બલુચ માનવ અધિકાર જૂથ, બલુચ યકજેથી કમિટીએ દેખાવોની આગેવાની લીધી ભયંકર તડકો અને ઓચિંતા ઝાપટા છતાં દેખાવો ચાલુ
કલાત, ઈસ્લામાબાદ : જે બલુચ નેતાઓને બળજબરીથી પાકિસ્તાની લશ્કરે ઉઠાવી જઈ તેમને 'ગુપ્તવાસ'માં ધકેલી દીધા છે. તે નેતાઓનાં કુટુમ્બીજનો ૪૦ દિવસથી ધરણાં કરી રહ્યાં છે, વિવિધ દેખાવો યોજી રહ્યા છે. હાથમાં પ્લેકાર્ડઝ લઈ પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યાં છે.
આ કરામ તથા ઇસ્લામાબાદમાં પણ રહેલા બલુચોએ પણ માર્ગો ઉપર બેસી જઈ માર્ગો બંધ કરી બહુવિધ દેખાવો યોજ્યા હતા. આ દેખાવકારોની આગેવાની 'બલુચ-માનવ-અધિકાર સમિતિ' બલુચ-યકજેથી-કમીટીએ (બીવાયસીએ) લીધી છે. આ દેખાવકારોમાં જે નેતાઓને બળજબરીથી ઉઠાવી દેવાયા છે. તેમનાં કુટુમ્બીજનો તો છે જ સાથે અન્ય બલુચો પણ જોડાયા છે.
બલુચિસ્તાનમાં ભયંકર તડકો અને ઓચિંતા થતાં વરસાદનાં ઝાપટાં વચ્ચે પણ આ દેખાવકારોનાં ધરણાં ચાલુ રહ્યાં છે. આજે તે દેખાવોનો ૪૨મો દિવસ છે. તેઓ ન્યાય માગી રહ્યા છે.
આ પૂર્વે બીવાયસીએ લીધી છે. ધરપકડ કરાયેલાઓમાં ડો. મેહરંગ બલુચ સહિત કેટલાયે વરિષ્ઠ નેતાઓ સામેલ છે. તેઓનો તેવો પણ આક્ષેપ છે કે આ અપહરણો, આ ધરપકડો અને અમારી ઉપર ગુજારાતા હિંસાચાર અંગે કોર્ટમાં ફરિયાદો પણ દાખલ કરાઈ છે, પરંતુ ન્યાયતંત્ર અમારૂં કશું સાંભળતું જ નથી. તે પૂર્વગ્રહ મુક્ત બની રહ્યું છે.
હદ તો તે વાતની છે કે, જે નેતાઓની ધરપકડ કરાઈ છે તેઓ ક્યાં છે, તેની પણ માહિતી અપાતી નથી, કે તેમની ઉપર શા આરોપો છે, તેની પણ માહિતી અપાતી નથી. આમ છતાં મહિલા ડોક્ટર મહરંગ બલોચ જેઓ હાલ જેલમાં છે તેઓ બલુચ દેખાવકારો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યાં છે.
આ બલુચોએ વિશ્વ માનવ અધિકાર સંસ્થાઓને હસ્તક્ષેપ કરવા કહેતાં જણાવ્યું હતું કે, તમારૂં મૌન તેમજ વિશ્વભરનું મૌન ક્રૂરતાને વધુ જોર આપી રહ્યું છે.









