Get The App

બાદેન શાહ નેપાળના ભાવિ વડાપ્રધાન : RSP સાથે કરારો થયા પછી સત્તાવાર રીતે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
બાદેન શાહ નેપાળના ભાવિ વડાપ્રધાન : RSP સાથે કરારો થયા પછી સત્તાવાર રીતે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર 1 - image

વ્યવસાયે ઇજનેર તેવા શાહ અત્યારે કાઠમંડુના મેયર છે

તેઓએ કાઠમંડુને નવું રૂપ આપી દીધું છે : યુવાવર્ગમાં અત્યંત પ્રીતિપાત્ર છે : કે.પી.શર્મા ઓલી સરકારનું પતન થતાં જેન ઝૅડ તેઓને જ પસંદ કરી રહી છે

કાઠમંડુ: કાઠમંડુ મેટ્રો પોલિટન સીટીના મેયર બાલેન્દ્ર શાહ - જેઓને સ્નેહથી બાલેન તરીકે ઓળખવામાં આવે છે. તેઓને ૫ મી માર્ચે યોજાનારી ચૂંટણી સમયે તેઓને વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર તરીકે વિધિવત્ જાહેર કરવામાં આવ્યા હતા. બાદેન શાહે કોઈ પાર્ટી રચી નથી. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે જ મેયર તરીકે ચૂંટણી જીત્યા હતા. તેઓને જનરેશન-ઝેડ (જન ઝેડ) યુવા વર્ગનું સંપૂર્ણ સમર્થન છે. તેઓ એક સારા સંગીતકાર પણ છે. બંદીશકાર છે.

વ્યવસાયે ઇજનેર હોવાથી તેઓએ કાઠમંડુના રસ્તાઓ ઘણા જ સુંદર બનાવી દીધા છે. તેઓ જન.ઝેડના પ્રખર પ્રવક્તા પણ છે. રવિવારે યોજાયેલ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીની બેઠકમાં બાલેન્દ્ર શાહને વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર તરીકે સત્તાવાર રીતે જાહેર કરાયા.

૩૪ વર્ષના બાલેન શાહ જન. ઝેડના પ્રખર પ્રવક્તા છે. તેઓએ સપ્ટેમ્બરમાં યોજાયેલા આંદોલનને માર્ગદર્શન પણ આપ્યું હતું અને તેને પરિણામે ભ્રષ્ટાચાર તથા સગાંવાદ ભરેલી ઓલી સરકારનું પતન થયું. ઓલી થોડો સમય તો તંદુરસ્તીનાં નામે યુએઈ જતા રહ્યા હતા.

બાલેન શાહનું સૌથી સબળ પાસું તેઓની પારદર્શક પ્રતિભા છે. તેઓ આવતાં દેશમાંથી ભ્રષ્ટાચાર, લાગવગશાહી દૂર થઈ જશે તેવો જન. ઝેડને વિશ્વાસ છે.