- પાકિસ્તાનની માગણીઓ ગેર-કાનૂની છે : તાલિબાન
- પાકિસ્તાન કહે છે TTP આતંકીઓને અફઘાનિસ્તાન સોંપી દે ડુરાંડ લાઈન ઉપર પ. કિ.મી.નો બફર ઝોન રચવો, કાબુલ જતા-આવતા માલની પાક. અધિકારીઓ તપાસ કરે
નવીદિલ્હી : મહિનાઓથી ચાલી રહેલા પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષનો અંત લાવવા ચાલી રહેલા શાંતિ પ્રયાસોને ફટકો પડયો છે. આ મંત્રણામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહેલાં સઉદી અરબસ્તાન, કતાર અને તૂર્કી પૈકી તૂર્કી ખસી ગયું છે. ચંકાહામે સત્તાવાર રીતે પત્ર લખી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તેમ બંનેને જાણ કરી દીધી છે. તેનું કહેવું છે કે બંને વચ્ચે મતભેદો એટલા ઊંડા છે કે, આ મંત્રણાઓ ફળદાયી બની શકે તેમ જ નથી.
અનામી રહેવા માગતા ટોચના રાજદ્વારી સાધનોએ સીએનએન ન્યૂઝ-૧૮ને જણાવ્યું હતું કે કાબુલ પાકિસ્તાનની કેટલીક કેન્દ્રવર્તી માગણીઓ સ્વીકારી શકે તેમ જ નથી.
અહેવાલો જણાવે છે કે અફઘાનિસ્તાને તૂર્કી, કતાર અને સઉદી અરબસ્તાનને જણાવ્યું હતું કે પાકિસ્તાનનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં રહેલા તહેરિક-એ-તાલિબાન-એ-પાકિસ્તાન (ટીટીપી) આતંકીઓને પાકિસ્તાનને સોંપી દે. પાકિસ્તાનની બીજી માગણી તે છે કે બંને દેશોની સરહદ સાંકડી ડુરાંડ લાઈનની બંને બાજુએ પાંચ કિ.મી.નો બફર-ઝોન રચવો, તેમજ અફઘાનિસ્તાન જતા કે ત્યાંથી આવતા તમામ માલની પાકિસ્તાનના અધિકારીઓ જ પૂરી ચકાસણી કરે.
સહજ છે કે અફઘાનિસ્તાન આવી બેહૂદી માગણી સ્વીકારે જ નહીં તેથી મંત્રણા પડી ભાંગવાની પૂરી શક્યતા છે.
વાસ્તવમાં તે શાંતિ-મંત્રણાના ત્રણ દોર તો યોજાઈ ગયા છે, પરંતુ તેમાં કશું પરિણામ આવ્યું નથી.


