Get The App

સાચી સાબિત થઈ રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ! 2023 અંગે કર્યા ભયાવહ ખુલાસા

Updated: May 13th, 2023

GS TEAM

Google News
Google News
સાચી સાબિત થઈ રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ! 2023 અંગે કર્યા ભયાવહ ખુલાસા 1 - image


                                            Image Source: Twitter

નવી દિલ્હી, તા. 13 મે 2023 શનિવાર

સમગ્ર દુનિયામાં ઘણા ભવિષ્યવક્તા છે, જેમની ભવિષ્યવાણીઓ પર દેશ-દુનિયાના લોકો વિશ્વાસ કરે છે. તમામ ભવિષ્યવક્તાઓમાં નાસ્ત્રોદમસ અને બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ખૂબ ચર્ચામાં રહે છે. તેનુ કારણ એ છે કે તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે.

કોણ છે બાબા વેંગા

બાબા વેંગા સમગ્ર દુનિયાના તમામ ભવિષ્યવક્તાઓમાંના એક છે. તેમનુ નામ વાંગેલિયા પાંડેવા ગુશતરોવા હતુ જે બુલ્ગારિયાના એક ફકીર મહિલા હતા, જેમણે પોતાનું જીવન બુલ્ગારિયામાં કોઝુહના પહાડોના રૂપાઈટ વિસ્તારમાં પસાર કર્યુ. બાદમાં આ બાબા વેંગાના નામથી પ્રસિદ્ધ થયા. વર્ષ 1911માં તેમનો જન્મ થયો હતો પરંતુ લગભગ 12 વર્ષની ઉંમરે જ તેમણે આંખોની રોશની ગુમાવી અને વર્ષ 1996માં 86 વર્ષની ઉંમરે તેમનુ નિધન થઈ ગયુ પરંતુ મૃત્યુ પહેલા બાબા વેંગાએ વિશ્વ અંગે 5079 સુધીની ભવિષ્યવાણીઓ કરી દીધી હતી.

દર વર્ષે બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થાય છે. વર્ષ 2023ને લઈને પણ બાબા વેંગાએ કેટલીક ભયાનક ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી કેટલીક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ રહી છે. વર્ષ 2023ની શરૂઆત બાદ અત્યાર સુધી 4 મહિના વીતી ચૂક્યા છે અને હાલ મે મહિનો ચાલી રહ્યો છે પરંતુ આટલા ઓછા સમયમાં પણ બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓમાં 3 ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ ચૂકી છે. 

બાબા વેંગાની 3 ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ ચૂકી છે

કમોસમી વરસાદ

બાબા વેંગાએ ભારત માટે એ ભવિષ્યવાણી કરી હતી કે આ વર્ષે કમોસમી વરસાદ થશે અને એવો વરસાદ પડશે કે રણ પ્રદેશમાં પણ પૂર જેવી પરિસ્થિતિ ઊભી થશે જેની અસર ભારતમાં જોવા મળી રહી છે. આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં ખૂબ વરસાદ પડ્યો. એપ્રિલના મહિનામાં તો ચોમાસા જેવો વરસાદ પડ્યો અને મે ના પહેલા અઠવાડિયા સુધી વરસાદી છાંટા પડ્યા. આ કારણે ગરમીમાં પણ તાપમાનમાં ઘટાડો રહ્યો. ભારતમાં દાયકાઓ બાદ આવો કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં પણ કમોસમી વરસાદનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. બાબા વેંગાની સાચી થયેલી આ ભવિષ્યવાણીથી લોકો પણ આશ્ચર્યચકિત છે.

સૌર તોફાન

વર્ષ 2023માં બાબા વેંગાએ સૌર સુનામીની ભવિષ્યવાણી કરી હતી. અમુક દિવસ પહેલા જ તેમની આ ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ સૂર્યમાં પૃથ્વીથી લગભગ 20 ગણા મોટા છિદ્રની શોધ કરી છે અને આમાંથી નીકળેલા વિકિરણનો પ્રભાવ ભારતમાં પણ જોવા મળ્યો હતો.

તુર્કી ભૂકંપ

બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2023માં તુર્કીમાં વિશાનકારી ભૂકંપ આવશે અને બાબા વેંગાની આ ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ. આ વર્ષે તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપ આવ્યો, જેનાથી 50-55 હજાર લોકોએ જીવ ગુમાવ્યા.

Tags :