Get The App

VIDEO: 62 વર્ષની વયે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ફરી કર્યા લગ્ન, આ મામલે રચ્યો ઈતિહાસ

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: 62 વર્ષની વયે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ફરી કર્યા લગ્ન, આ મામલે રચ્યો ઈતિહાસ 1 - image

Australian PM Anthony Albanese marries long-time partner Jodie Haydon: ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બાનીઝે 62 વર્ષની વયે બીજા લગ્ન કર્યા છે. આલ્બાનીઝે તેમની લાંબા સમયની પાર્ટનર જોડી હેડન (47) સાથે લગ્ન કર્યા છે, જે હવે સત્તાવાર રીતે ઓસ્ટ્રેલિયાના ફર્સ્ટ લેડી બની ગયા છે. જોડી હેડન એક ફાઈનાન્સિયલ સર્વિસીસ પ્રોફેશનલ અને વિમેન એડવોકેટ છે. ઓસ્ટ્રેલિયાના ઈતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ વડા પ્રધાન પદ પર રહીને લગ્નના બંધનમાં બંધાયા છે.

ગત વર્ષે વેલેન્ટાઈન ડે પર અલ્બાનીઝે હેડનને પ્રપોઝ કર્યું હતું

કેનબેરામાં વડા પ્રધાનના નિવાસસ્થાન 'ધ લોજ' ખાતે યોજાયેલા આ સિમ્પલ સમારોહમાં માત્ર નજીકનો પરિવાર અને મિત્રો જ સામેલ રહ્યા હતા. ગત વર્ષે વેલેન્ટાઈન ડે પર અલ્બાનીઝે હેડનને પ્રપોઝ કર્યું હતું, ત્યારબાદથી તેમના લગ્નની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. જોકે, આ લગ્ન સમારોહની તારીખ અને તૈયારીઓ સંપૂર્ણપણે પ્રાઈવેટ રાખવામાં આવી હતી. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં અલ્બાનીઝે કહ્યું કે, 'અમે પોતાના પરિવાર અને નજીકના મિત્રો સામે એક-બીજા પ્રત્યેના પોતાનો પ્રેમ અને જીવનભર સાથ નિભાવવાની પ્રતિબદ્ધતા શેર કરીને ખૂબ ખુશ છીએ.'



જોડી હેડન લાંબા સમયથી અલ્બાનીઝ સાથે જાહેર કાર્યક્રમોમાં નજર આવી રહ છે. 2022ના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તે તેમની સાથે હતી અને આ વર્ષે મે મહિનામાં તેમની લેબર પાર્ટીની શાનદાર જીતના સમયે પણ તે તેમની સાથે હતા. 

લગ્નમાં હેડને સિડનીના ડિઝાઈનર રોમાન્સ વોઝ બોર્ન દ્વારા ડિઝાઈન કરાયેલ ડ્રેસ પહેર્યો હતો, જ્યારે વડા પ્રધાને MJ Baleનો સૂટ પસંદ કર્યો હતો. હેડનની પાંચ વર્ષની ભાણેજ એલા એલા ફ્લાવર ગર્લ બની અને વડા પ્રધાનના પાલતુ કૂતરા ટોતોએ રિંગ બેરરની ભૂમિકા ભજવી. મહેમાનોને વિલી ધ બોટમેન નામની બ્રેવરી દ્વારા તૈયાર કરવામાં આવેલ ખાસ કેનમાં બિયર સર્વ કરવામાં આવી, જે સિડનીના ઈનર વેસ્ટ વિસ્તારમાં સ્થિત છે. 

આ ઐતિહાસિક લગ્નએ ઓસ્ટ્રેલિયાના રાજકારણમાં એક નવો અધ્યાય જોડ્યો

વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા પ્રમાણે અલ્બાનીઝ અને હેડન હવે સોમવારથી આવતા શુક્રવાર સુધી ઓસ્ટ્રેલિયામાં જ પોતાનું હનીમૂન મનાવશે, જેનો તમામ ખર્ચ તેમના પોતાના અંગત ખર્ચમાંથી ઉઠાવવામાં આવશે. આ ઐતિહાસિક લગ્નએ ઓસ્ટ્રેલિયાના રાજકારણમાં એક નવો અધ્યાય જોડી દીધો છે, અને દેશભરમાંથી નવદંપતી માટે શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Explainer: સોલાર રેડિએશનના કારણે એવો તો શું ખતરો છે કે 6000 વિમાનોની ઉડાન 'થંભી'! જાણો ઈનસાઈડ સ્ટોરી

એન્થોની અલ્બાનીઝના આ બીજા લગ્ન છે. તેમણે પહેલા લગ્ન કાર્મેલ ટેબટ સાથે 2000માં કર્યા હતા. NSWના પૂર્વ પોલિટિશયન કાર્મેલ ટેબટ સાથે એન્થોનીના 19 વર્ષના લગ્નનો વર્ષ 2019માં અંત આવ્યો. પહેલા લગ્નથી તેમને એક દીકરો છે. ત્યારબાદ હવે એન્થોનીએ 62 વર્ષની વયે બીજા લગ્ન કર્યા છે.