Get The App

ઓસ્ટ્રેલિયા હવે પેલેસ્ટાઇનને દેશ તરીકે સ્વીકારશે, ઇઝરાયેલને ઝાટકો

ફ્રાંસે અગાઉ પેલેસ્ટાઇનને દેશ તરીકે સ્વીકારવાની યોજનાની જાહેરાત કરી હતી.

ઓસ્ટ્રેલિયાએ ગાજાના નાગરિકોનું રક્ષણ ભોજન આપવાનો આગ્રહ કર્યો

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
ઓસ્ટ્રેલિયા હવે પેલેસ્ટાઇનને દેશ તરીકે સ્વીકારશે, ઇઝરાયેલને ઝાટકો 1 - image

મેલબોર્ન,૧૨ ઓગસ્ટ,૨૦૨૫, મંગળવાર 

પેલેસ્ટાઇનના અલગ અસ્તિત્વનો ઇઝરાયેલ વિરોધ કરી રહયું છે પરંતુ દુનિયામાં કેટલાક દેશો પેલેસ્ટાઇનને અલગ દેશ તરીકે સ્વીકારવા લાગ્યા છે જેમાં ઓસ્ટ્રેલિયાનો પણ હવે સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ સોમવારે સંવાદદાતાઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાઇ સરકાર સપ્ટેમ્બર સંયુકત રાષ્ટ્રસંઘ પેલેસ્ટાઇનનો દરજજો આપશે. ગાજામાં બગડતી જતી માનવીય સ્થિતિનો ઉલ્લેખ કરતા ઇઝરાયેલને ગાજાના નાગરિકોનું રક્ષણ કરવાનો તથા ભોજન ચિકિત્સા અને આપૂર્તિ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો હતો.નાગરિકોને બળજબરીથી તેમની ઇચ્છા વિરુધ સ્થાયી વિસ્થાપનને ગેર કાયદેસર ગણાવ્યું હતું.

 સોમવારે ન્યૂઝીલેન્ડના વિદેશમંત્રી વિંસ્ટન પીટર્સ ઘોષણા કરી હતી કે સરકાર આવતા મહિને પેલેસ્ટાઇનને એક દેશ તરીકેનો દરજજો આપવાની દિશામાં ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે. ફ્રાંસે અગાઉ પેલેસ્ટાઇનને દેશ તરીકે સ્વીકારવાની યોજનાની જાહેરાત કરી હતી. બ્રિટન અને કેનેડા પણ કેટલીક શરતો પુરી થતી હોયતો દેશ તરીકે સ્વીકારવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે આરબો અને ઇઝરાયેલ વચ્ચે પેલેસ્ટાઇન અંગેનો વિવાદ દાયકાઓ જૂનો છે. ૧૯૪૮માં દુનિયાના નકશામાં ઇઝરાયેલનું નિર્માણ થયું ત્યારે આરબ દેશોએ પેલેસ્ટાઇન ભૂમિ ગણીને માન્યતા આપવાનો ઇન્કાર કર્યો હતો. 

પેલેસ્ટાઇનના કેટલાક ભાગમાં ઇઝરાયેલ વસ્યું છે પરંતુ ઇઝરાયેલ પેલેસ્ટાઇનને ઐતિહાસિક કારણો આપીને પોતાનો ભાગ ગણે છે. આરબો પેલેસ્ટાઇનને ગણે છે ઇઝરાયેલને માન્યતા આપતા નથી.દુનિયા આખી ઇઝરાયેલ-પેલેસ્ટાઇન ઝગડાને નિવારવા માટે ટુ સ્ટેટ નીતિ પર ભાર મુકે છે પરંતુ ટુ સ્ટેટનો ઇઝરાયેલ વિરોધ કરતું રહયું છે. દુનિયાના જે પણ દેશો પેલેસ્ટાઇનને દેશ તરીકે માન્યતા આપવાની વાત કરે કે યોજના બનાવે છે તેનો  ઇઝરાયેલ વાંધો ઉઠાવે છે.