World

પૃથ્વીના ઈતિહાસમાં ઓગસ્ટ 2025 ત્રીજો સૌથી ગરમ મહિનો, સરેરાશ વૈશ્વિક તાપમાન 16.6 ડિગ્રી

By GS TEAM
12 Sep 20252 mins read
TukuTouch Logo
યુરોપિયન એજન્સી કોપરનિક્સ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના રિપોર્ટમાં થયેલા દાવા પ્રમાણે ઓગસ્ટ-2025 માનવ ઈતિહાસનો ત્રીજો સૌથી ગરમ મહિનો હતો. આખી પૃથ્વીની સપાટી પર જે સરેરાશ તાપમાન નોંધાયું તેના આધારે ઓગસ્ટ-2025ને સૌથી ગરમ મહિનો ગણવામાં આવ્યો હતો. ખાસ તો યુરોપના કેટલાય દેશોમાં ઓગસ્ટ માસમાં લૂનો અનુભવ થયો હતો. યુરોપનું સરેરાશ તાપમાન ઓગસ્ટમાં 19.46 ડિગ્રી હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

પૃથ્વીના ઈતિહાસમાં ઓગસ્ટ 2025 ત્રીજો સૌથી ગરમ મહિનો, સરેરાશ વૈશ્વિક તાપમાન 16.6 ડિગ્રી

Weather and Global Warming News : યુરોપિયન એજન્સી કોપરનિક્સ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના રિપોર્ટમાં થયેલા દાવા પ્રમાણે ઓગસ્ટ-2025 માનવ ઈતિહાસનો ત્રીજો સૌથી ગરમ મહિનો હતો. આખી પૃથ્વીની સપાટી પર જે સરેરાશ તાપમાન નોંધાયું તેના આધારે ઓગસ્ટ-2025ને સૌથી ગરમ મહિનો ગણવામાં આવ્યો હતો. ખાસ તો યુરોપના કેટલાય દેશોમાં ઓગસ્ટ માસમાં લૂનો અનુભવ થયો હતો. યુરોપનું સરેરાશ તાપમાન ઓગસ્ટમાં 19.46 ડિગ્રી હતું.

રિપોર્ટ પ્રમાણે ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસર જોવા મળી રહી છે. દુનિયાના મોટાભાગના દેશો એના સાક્ષી બની રહ્યા છે. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં દુનિયાનું જે તાપમાન નોંધાયું હતું એની સરખામણીએ હવે સરેરાશ તાપમાનમાં 1.29 ડિગ્રીનો વધારો નોંધાઈ ચૂક્યો છે. ઓગસ્ટમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું હતું, જે 1991.2020ની સરેરાશે 0.49 ડિગ્રી વધારે છે. 2023 અને 2024 પછી ત્રીજો સૌથી ગરમ ઓગસ્ટ નોંધાયો હતો. ચિંતાજનક બાબત એ છે કે સતત ત્રણ વર્ષથી ઓગસ્ટ માસમાં ગરમીના નવા રેકોર્ડ બની રહ્યા છે. 2024માં સૌથી ગરમ ઓગસ્ટ દર્જ થયો હતો. એનાથી આ વર્ષનો ઓગસ્ટ માત્ર 0.22 ડિગ્રી જ ઓછો ગરમ હતો. ઓગસ્ટમાં સમુદ્રની સપાટી પર સરેરાશ 20.82 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

સપ્ટેમ્બર-2024 થી ઓગસ્ટ-2025નું સરેરાશ તાપમાન 1850-1900 ની સરખામણીએ 1.52 ડિગ્રી વધારે હતું. પેરિસ કરારમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી ઓછું કરવાનો લક્ષ્યાંક હતો, તે પાર થઈ ગયો છે. ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનના કારણે સતત સરેરાશ તાપમાન ઘટી રહ્યું છે. પૃથ્વી પર ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવા બધા દેશો વચ્ચે કરારો થાય છે, પરંતુ હજુય તેનો યોગ્ય અમલ થતો નથી. યુરોપિયન એજન્સી કોપરનિક્સ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના પ્રમુખ સામંથા બર્ગેસે કહ્યું હતું કે જૂનથી ઓગસ્ટની ગરમી ત્રીજા નંબરની સૌથી ભયાનક ગરમી હતી.દક્ષિણ-પશ્વિમ યુરોપમાં ભયાનક લૂ પડવાના કારણે જંગલોમાં આગ લાગી હતી. એમાં ૧૧૦૦ લોકોનાં મોત થયા હતા. પશ્વિમ યુરોપ, દક્ષિણ-પૂર્વ યુરોપના દેશો અને તુર્કી સૌથી પ્રભાવિત થયા હતા.