Get The App

પાકિસ્તાનના ખૈબર પખ્તુનવાના લગ્ન સમારંભમાં આત્મઘાતી હુમલો : 5 નાં મોત 10 થી વધુને ઇજા

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનના ખૈબર પખ્તુનવાના લગ્ન સમારંભમાં આત્મઘાતી હુમલો : 5 નાં મોત 10 થી વધુને ઇજા 1 - image

- પીસ કમીટીના ચેરમેન નૂર-આલમ-ખાન મહેસૂદના કુરેશીમોર નામક ગામની બહાર રહેલાં નિવાસસ્થાનમાં આ વિસ્ફોટ થયો હતો

નવી દિલ્હી : પાકિસ્તાનના ખૈબર-પખ્તુનવા પ્રાંતના, કુરેશીમોર નામક ગામમાં યોજાયેલા એક લગ્ન-સમારંભમાં થયેલા આત્મઘાતી હુમલામાં પાંચનાં મૃત્યુ થયા હતા અને ૧૦ થી વધુને ઇજાઓ થઈ હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પીસ-કમીટીના ચેરમેન નૂર આલમ ખાન મહેસૂદનાં ઘરે શુક્રવારે લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો. ત્યારે આ આત્મઘાતી હુમલો થયો હતો.

આ અંગે ડિસ્ટ્રીક્ટ પોલીસ ઑફિસર સાહીબઝાદાએ પત્રકારોને જણાવ્યું હતું કે વાસ્તવમાં કેટલાનાં મૃત્યુ થયાં છે તે કહેવું હજી ઘણું વહેલું છે. જોકે, તે પછી ડીસ્ટ્રીક્ટ હેડક્વાર્ટરની હોસ્પિટલમાં પણ ઇમરજન્સી જાહેર કરી દેવાઈ છે.

ખૈબર પખ્તુનવાના ગવર્નર ફૈઝલ કરીમ કુંડીએ આ અંગે સવિસ્તાર રીપોર્ટ માગ્યો છે. સાથે કહ્યું છે કે ઘાયલ થયેલાઓને દરેક પ્રકારે નિ:શુલ્ક સારવાર અપાશે. આ ઘટનાથી મને ઘણું દુખ થયું છે. હોસ્પિટલમાં પ્રવક્તા બિલાલ અહમદ ફૈઝલે કહ્યું હતું કે હજી સુધીમાં અહીં પાંચ શબ લાવવામાં આવ્યા છે.

દરમિયાન ૭ એમ્બ્યુલન્સીઝ, ફાયરબ્રિગેડ તથા ડીઝાસ્ટર વાહનો દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

દરમિયાન આ પ્રાંતના મુખ્યમંત્રી સોહેબ આફ્રીદીએ આ ઘટનાને વખોડી કાઢી છે.

દરમિયાન આ પ્રાંતના પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગત વર્ષે બન્નુ જિલ્લામાં સશસ્ત્ર હુમલાખોરોએ શાંતિ-સમિતિના સભ્યોની મીટીંગ ચાલી રહી હતી ત્યાં હુમલો કરી ચાર સભ્યોની હત્યા કરી હતી. તે પહેલાં એક અન્ય આ પ્રકારના જ હુમલામાં ૭ની પણ આતંકીઓએ હત્યા કરી હતી.