- ખાલીસ્તાનીઓ પાક.નાં પંજાબમાં 'સ્વતંત્ર' રાષ્ટ્ર કેમ નથી માગતા ?
- ભારતના દબાણને લીધે બ્રિટને ખાલીસ્તાનવાદી જૂથો વિરુદ્ધ ઐતિહાસિક પગલા લેવા શરૂ કરી દીધા છે'
લંડન : વર્ષોથી ઇંગ્લેન્ડમાં ફૂલ્યા-ફાલ્યા રહેલા અલગતાવાદી આતંકી જૂથ ખાલીસ્તાનીઓ ઉપર બ્રિટનની સરકારે ભારતનાં દબાણને લીધે કઠોર પગલા ભરવા શરૂ કરી દીધા છે.
બ્રિટિશ સરકારે ૪થી ડિસેમ્બરે ગુરપ્રીત સિંહ રેહલ નામક એક વ્યક્તિ અને બબ્બર અકાલી લહર નામક સંગઠન પર આતંકવાદ સાથે સંલગ્ન આરોપો નીચે પ્રતિબંધ લગાડી દીધો છે. આ કાર્યવાહી વિશેષત: બબ્બરખાલસા ઇન્ટરનેશનલ નામક પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકી સંગઠન સાથે સાંઠગાંઠને લીધે કરવામાં આવી છે.
આ પગલાથી બ્રિટનની આર્થિક પ્રણાલીનો દુરુપયોગ કરનારા કટ્ટરવાદીઓને ઝટકો લાગશે જ. અને ભારત- બ્રિટન વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગને મજબૂતી મળશે.
બ્રિટિશ ગવર્નમેન્ટે કાઉન્ટર ટેરરિઝમ (એન્કશનસ) (ઇયુ એકિઝટ) રેગ્યુલેશન ૨૦૧૯ નીચે આ પ્રતિબંધો લાગુ કર્યા છે. તેની મુખ્ય કાર્યવાહીઓમાં (૧) સંપતિ ફ્રિઝ - રેહલ બબ્બર અકાલી લહર અને તેની સાથે જોડાયેલી કંપનીઓની બ્રિટન સ્થિત તમામ સંપતિઓને તેની સાથે કોઈ સોદા કરવાની કે તેની પાસેથી કશું મેળવવાની કોઈ પણ ક્રિયા પ્રતિબંધિત કરી છે. તે કંપનીઓને ફ્રીઝ મેજેસ્ટીઝની ટ્રેઝરીએ લાઇસન્સ નહીં મળે.
રેહલની કંપનીઓ સાથે જોડાયેલા સંગઠનો સેવિંગ પંજાબ સીઆઈપી, વ્હાઈટ હોક કન્સલ્ટેશન્સ લિમિટેડ, અને અનઇન્કોર્પોરેટ કંપની લોહા-ડીઝાઇન્સ પર પ્રતિબંધ મુકાયા છે.
ગુરપ્રીત સિંહ રેહલને કોઈ પણ કંપનીના ડાયરેકટર બનવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે અને તેના વહીવટમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે પણ ભાગ લેવા પર પ્રતિબંધ મુકાયા છે.
આ સંદર્ભે નિરીક્ષકો કહે છે કે ખાલિસ્તાનવાદીઓ ભારતમાં જ શા માટે સ્વતંત્ર ખાલીસ્તાન માગે છે ? પશ્ચિમ પંજાબ જે પાકિસ્તાનમાં છે ત્યાં કેમ ખાલિસ્તાન માગતા નથી કે તેનો ભારતમાંથી પ્રસાર કરવાનું કહેતા નથી ? માટે તે પાકિસ્તાન પ્રેરિત જ હોઈ શકે.


