World

આકરી ગરમી માટે અશ્મિભૂત બળતણ અને સિમેન્ટ કંપનીઓ સીધી જવાબદાર, અભ્યાસમાં દાવો

By GS TEAM
13 Sep 20252 mins read
TukuTouch Logo
પૃથ્વી પર ગરમીના આકરાં મોજાઓ માટે અશ્મિભૂત બળતણો બનાવતી કંપનીઓ તથા સિમેન્ટ કંપનીઓને જવાબદાર ઠેરવી શકાય તેમ છે. આ વાત નેચર સામયિકના એક અભ્યાસમાં જણાવવામાં આવી હતી. આ અભ્યાસ અનુસાર, ઔદ્યોગિક યુગ પહેલાં સરેરાશ ગરમીના મોજાઓની સરખામણીમાં હાલના મોજાઓને સરેરાશ 50 ટકા વધારે આકરાં બનાવવા માટે આ કંપનીઓને સીધી જવાબદાર ઠેરવી શકાય તેમ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આકરી ગરમી માટે અશ્મિભૂત બળતણ અને સિમેન્ટ કંપનીઓ સીધી જવાબદાર, અભ્યાસમાં દાવો

Climate Change: પૃથ્વી પર ગરમીના આકરાં મોજાઓ માટે અશ્મિભૂત બળતણો બનાવતી કંપનીઓ તથા સિમેન્ટ કંપનીઓને જવાબદાર ઠેરવી શકાય તેમ છે. આ વાત નેચર સામયિકના એક અભ્યાસમાં જણાવવામાં આવી હતી. આ અભ્યાસ અનુસાર, ઔદ્યોગિક યુગ પહેલાં સરેરાશ ગરમીના મોજાઓની સરખામણીમાં હાલના મોજાઓને સરેરાશ 50 ટકા વધારે આકરાં બનાવવા માટે આ કંપનીઓને સીધી જવાબદાર ઠેરવી શકાય તેમ છે.

આ પણ વાંચોઃ બુટલેગરોનો નવો પેંતરો! દિલ્હીમાં દારૂની ગેરકાયદે હેરાફેરી માટે હવે ઊંટનો ઉપયોગ કરતાં પકડાયા

કાર્બન ઉત્સર્જન કરતી કંપનીઓ દ્વારા ફેલાવતી ગરમી વિશે સંશોધન

યુરોપના સંશોધકોએ 2000 અને 2013 દરમિયાન આવેલાં 213 હીટવેવ્ઝ એટલે કે ગરમીના મોજાંઓનું વિશ્લેષણ કરી આ તારણો કાઢ્યા હતા. ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈવે નટ્સ ડેટાબેઝમાં રેકોર્ડ કરવામાં આવેલાં આ હીટવેવ્ઝમાં ભારતમાં 2022માં આવેલાં હીટ વેવનો પણ સમાવેશ થતો હતો. ઇટીએચ ઝુરિકના સંશોધકોની ટીમે 180 મોટી કાર્બન ઉત્સર્જન કરતી કંપનીઓ દ્વારા ફેલાવતી ગરમી વિશે સંશોધન કર્યું હતું.

કાર્બન ઉત્સર્જન કરતી કંપનીઓના કારણે વધી ગરમી

અશ્મિભૂત બળતણ એટલે કે પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન કરતી કંપનીઓ સાઉદીની અરામ્કો, રશિયાની ગાઝપ્રોમ, શેવરોન અને ચીન-ભારતના કોલસા આધારિત ઉદ્યોગો દ્વારા આ ગરમીના મોજાની ગરમી વધારવામાં મોટું પ્રદાન હોવાનું જણાયું હતું. 1850થી 1900 દરમિયાવ હીટવેવમાં જે ગરમી હતી તેમાં અડધો વધારો તો આ કાર્બન ઉત્સર્જન કરતી કંપનીઓ દ્વારા થયો હતો.

આ પણ વાંચોઃ હિંસા ભડક્યાંના બે વર્ષ બાદ પહેલીવાર આજે PM મોદી મણિપુર જશે, વિપક્ષે ઊઠાવ્યા સવાલ

તેમના પ્રદાનને કારણે 2000 અને 2013 દરમિયાન આવેલાં 213 ઐતિહાસિક ગરમીના મોજાઓ વધારે સઘન બન્યા હતા. સંશોધકોએ જણાવ્યું હતું કે તેમણે જે ઘટનાઓનું વિશ્લેષણ કર્યું તેમાં ચોથા ભાગની ઘટનાઓ આબોહવા પરિવર્તન વિના ઘટે તે અશક્ય હતું. 

કાર્બન કંપનીઓના પ્રદાન વિના 16 થી 53 ઘટનાઓ બનવાનું ઔદ્યોગિક યુગના સમયગાળા પૂર્વે શક્ય જ નહોતું આ અભ્યાસ કરવા માટે એટ્રીબ્યુશન સ્ટડી પદ્ધતિ અપનાવવામાં આવી હતી. જેનો ઉપયોગ આબોહવા પરિવર્તનની અસર તરીકે સર્જાતાં હીટ વેવ કે એકદમ જબરદસ્ત માત્રામાં થતાં વરસાદની ઘટનાઓને સમજવા માટે થાય છે.