ટોક્યો, તા. 2. ઓક્ટોબર 2019 બુધવાર
જાપાનના વૈજ્ઞાનિકોએ હવે લેબોરેટરીમાં કૃત્રિમ લોહી બનાવવાનો દાવો કર્યો છે.
જાપાનના ટોકોરોજાવા ખાતેની નેશનલ ડિફેન્સ મેડિકલ કોલેજમાં આ લોહીને તૈયાર કરવામાં આવ્યુ છે.સંશોધકોનો દાવો છે કે, આ લોહી કોઈ પણ બ્લડ ગ્રૂપ ધરાવતા વ્યક્તિને ચઢાવી શકાય છે.એક વર્ષ સુધી તેને નોર્મલ ટેમ્પરેચરમાં સાચવીને રાખી શકાય છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ લોહીમાં રેડ બ્લડ સેલ, ઓક્સિજન, પ્લેટલેટ પણ મોજુદ છે.લેબોરેટરીમાં થયેલા પ્રયોગો દરમિયાન લોહી ઓછુ હોય તેવા 10 સસલાઓને આ લોહી ચઢાવામમાં આવ્યુ હતુ.જેમાંથી 6 સસલા બચી ગયા હતા. વૈજ્ઞાનિકોએ કહ્યુ હતુ કે, જો કુદરતી લોહી ચઢાવાયુ હોત તો પણ આટલા સસલાઓ જ બચી શક્યા હોત.
વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે, ઈજાગ્રસ્ત થયા બાદ પણ લોહીની અછતથી મોત થતુ હોવાના કિસ્સા બનતા હોય છે.તેમને આ કૃત્રિમ લોહી ચઢાવીને બચાવી શકાશે.
વૈજ્ઞાનિકોનુ સંશોધન ટ્રાન્ફ્યુઝન નામના જર્નલમાં પ્રકાશિત થયુ છે.અત્યાર સુધી મેડિકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી છે પણ કૃત્રિમ લોહી બનાવવાનુ શક્ય બન્યુ નહોતુ.જાપાનના સંશોધકોએ આ દાવો કરીને મેડિકલ જગતમાં પણ હલચલ મચાવી દીધી છે.


