તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુંદજાદાની ધરપકડનું વોરન્ટ, આઇસીસીએ લગાવ્યા આરોપ

હેગ,૯ જુલાઇ,૨૦૨૫,બુધવાર
આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલય (આઇસીસી)એ અફઘાનિસ્તાનના તાલિબાનના બે નેતાઓ વિરુધ ધરપકડનું વોરન્ટ બહાર પાડયું છે. જેમાં તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુંદજાદાનો પણ સમાવેશ થાય છે. આઇસીસીના તાલિબાન નેતાઓ પર મહિલાઓ અને નાબાલિક યુવતીઓને માનવાધિકારનો ભંગ કરવાનો આરોપ છે.
ધ હેંગ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતે વોરન્ટમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના તાલિબાન નેતાઓ છેલ્લા સાડા ત્રણ વર્ષથી મહિલાઓ અને યુવતીઓને શિક્ષણ,અભિવ્યકિત સ્વતંત્રતા અને અન્ય અધિકારોથી વંચિત રાખીને મોટો અપરાધ કર્યો છે.લૈંગિક ઉત્પીડનમાં માત્ર હિંસા જ નહી પરંતુ વ્યવસ્થાગત અને સંસ્થાગત નુકસાનનો પણ સમાવેશ થાય છે. આઇસીસીમાં ગત જાન્યુઆરી મહિનામાં તાલિબાન વિરુધ અરજી કરવામાં આવી હતી. અરજકર્તાઓએ અફઘાનિસ્તાનની અંતરિમ સરકાર પર માનવાધિકારના ગંભીર આરોપો મુકીને તેના સર્વોચ્ચ નેતાઓને જવાબદાર ગણ્યા હતા.








