Get The App

સશસ્ત્ર વિપ્લવીઓએ પાક.નાં ખૈબર-પખ્તુનવાના શહેર લક્કી મારવાત સ્થિત ટેલિફોન એક્ષચેન્જ જ ઉડાડી દીધું

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
સશસ્ત્ર વિપ્લવીઓએ પાક.નાં ખૈબર-પખ્તુનવાના શહેર લક્કી મારવાત સ્થિત ટેલિફોન એક્ષચેન્જ જ ઉડાડી દીધું 1 - image

- અફઘાનિસ્તાનની સરહદને સ્પર્શીને રહેલા વિસ્તારોમાં તો કેટલાક મહિનાઓથી વિપક્ષીઓ અને સુરક્ષા દળો વચ્ચે લગભગ રોજે રોજ લડાઈ ચાલતી જ રહે છે

પેશાવર : પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમમાં આવેલા પર્વતીય પ્રાંત ખૈબર-પખ્તુનવામાં આવેલા લક્કી મારવાત શહેરમાં વિપ્લવીઓએ ટેલિફોન એક્ષચેન્જ બિલ્ડીંગ ઉડાડી દીધું. શુક્રવારે બનેલી આ ઘટના અંગે માહિતી આપતા પોલીસ જણાવે છે કે, દક્ષિણ વઝીરીસ્તાનમાં બનેલી આ ઘટનામાં કોઈ મૃત્યુ થયા નથી.

તે સર્વવિદિત છે કે તે સમયના બ્રિટિશ ઇંડિયા અને અફઘાનિસ્તાનની સરહદ આંકતી રેખા ડુરાંડ નામક બ્રિટીશ ઇજનેરે દોરી હતી. હવે પાકિસ્તાનની વર્તમાન તાલિબાન સરકારને તે રેખા સ્વીકાર્ય નથી. તેથી બંને વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે અને પાકિસ્તાનની ચોકીઓ ઉપર અફઘાનિસ્તાનના તાલિબાનો હુમલા કરતા જ રહે છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સમાધાન કરાવવા પહેલા સાઉદી અરબસ્તાને અને પછી કતારે પણ ઘણા પ્રયત્નો કર્યા હતા. પરંતુ તે સફળ રહ્યા નથી. કતારના વિદેશ મંત્રીએ તો બંને દેશોના પ્રતિનિધિઓને ત્યાં સુધી કહ્યું હતું કે તમે બંને તો ભાઈઓ છો. યુદ્ધ બંધ કરો. પરંતુ બેમાંથી એક પણ તે સલાહ માનવા તૈયાર નથી. તેમાએ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીની ભારતની લાંબી છ દિવસની મુલાકાતથી પાકિસ્તાન ધૂંધવાઈ ઊઠયું હતું અને થોડો વખત માંડ શાંતિ રહી હતી. તે કાબુલ ઉપર મિસાઇલો છોડી તોડી નાખી હતી.

આ ઉપરાંત પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે અફઘાનિસ્તાનને ખુલ્લી ધમકી આપ્યા પછી તો પરિસ્થિતિ અત્યંત તંગ બની છે અને અફઘાનિસ્તાન પ્રેરિત વિપ્લવી પખ્તુનો હવે પાકિસ્તાન સેનાની બરોબરની ખબર લઈ રહ્યા છે. તે ઉપરાંત અનેક સ્થળે વિસ્ફોટકોથી હુમલા કરે છે.