Get The App

અપીલ કોર્ટે ટ્રમ્પના મોટાભાગના ટેરિફને ગેરકાયદે ઠરાવ્યા તેમ છતાં પ્રમુખ કહે છે : દરેક ટેરિફ હજી અમલી રહ્યા છે

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
અપીલ કોર્ટે ટ્રમ્પના મોટાભાગના ટેરિફને ગેરકાયદે ઠરાવ્યા તેમ છતાં પ્રમુખ કહે છે : દરેક ટેરિફ હજી અમલી રહ્યા છે 1 - image

- અમેરિકાના પ્રમુખે ટેરિફ વિરૂદ્ધચુકાદો આપનાર કોર્ટને ઘણા જ પક્ષપાતભરી અપીલ કોર્ટ કહેતાં પરિસ્થિતિ ગૂંચવાઇ છે

વૉશિંગ્ટન : અમેરિકાની એક ફેડરલ અપીલ કોર્ટે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટી તંત્રે લાદેલા મોટા ભાગનાં ટેરિફ પ્રવર્તીત કાનૂન પ્રમાણે નથી.

બીજી તરફ પ્રમુખ ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું હતું કે જે દેશો ઉપર જેટલા ટેરિફ લાદવમાં આવ્યા છે તે અમલી જ રહેશે. આ સાથે તેમણે કોર્ટના તે ચુકાદો આપનાર અપીલ કોર્ટને ઘણી પક્ષપાત ભરી અપીલ કોર્ટ કહેતાં પરિસ્થિતિ ઘણી ગૂંચવાઇ ગઈ છે.

તેમણે કહ્યું : દરેક ટેરિફ હજી અમલી રહ્યા છે. આજે (શુક્રવારે) ઘણા જ પક્ષપાત ભરી અપીલ કોર્ટે ખોટી રીતે કહ્યું છે કે ટેરિફ દૂર કરવા જોઇએ. પરંતુ તેઓ તે પણ જાણે છે કે યુનાઇટેડ સ્ટેટઓફ અમેરિકા આખરે વિજયી બનશે જ. જો આ ટેરિફ દૂર કરાશે તો ખાના ખરાબી થઇ જશે. તે દરેકને આર્થિક રીતે નબળો પાડી દેશે, પરંતુ આપણે તો બળવાન બનવાનું છે.

ફેડરલ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ એનર્જી ઇકોનોમિ પાવર્સ એક્ટ કોઈ પ્રમુખને ટેરિફ અંગે નિર્બંધ સત્તા આપતો નથી. પ્રમુખે અભૂતપૂર્વ રીતે વધારેલા ટેરિફ દર્શાવે છે કે તેઓ તેમની સત્તા મર્યાદા ઓળંગી ગયા છે.

આ માહિતી આપતાં સી.એન.એન. જણાવે છે કે ટેરિફ સહિત અન્ય ટેક્ષો નાખવાનો અધિકાર તે કોંગ્રેસની સત્તામાં ચાલે છે. સંવિધાને જ તે સત્તા આપી છે. તેમ ન્યાય મૂર્તિઓએ તેઓના ચુકાદામાં જણાવ્યું હતું. આ પૂર્વે નીચલી કોર્ટે પણ ટ્રમ્પના ટેરિફ વિરૂદ્ધ ચુકાદો આપ્યો હતો. જેને ફેડરલ સર્કિટ કોર્ટે સ્વીકાર્ય ગણ્યો હતો.

અમેરિકાના પ્રમુખે તેમ પણ ચેતવણી આપતાં કહ્યું હતું કે દેશ હવે અન્યાયી ટેરિફ (જે બીજા દેશો અમેરિકાના માલ ઉપર લાદે છે) તથા નોન-ટેરિફ બેરિયર્સ પણ ચલાવી લે તેમ નથી, કારણ કે તેથી દેશમાં ભારે મોટી વ્યાપારી ખાદ્ય ઉભી થાય છે. માટે તે કોર્ટ ચૂકાદો તો અમેરિકાને શબ્દશ: ખતમ કરી નાખશે.

અમેરિકાના લેબર-ડે, નિમિત્તે શનિ-રવિની રજાના પહેલા દિવસે (શુક્રવારે) ટેરિફનું મહત્વ સમજાવતાં કહ્યું હતું કે તેથી અમેરિકન કંપનીઓને અને અમેરીકાના કામદાર વર્ગને લાભ થશે. હવે અમે સુપ્રીમ કોર્ટમાં તે ચુકાદા સામે જઈશું. ટેરિફ તો મેઇડ ઇન અમેરિકાને માટે લાભકર્તા છે.

આ સાતે તેમણે ગત વહીવટી તંત્રની ટીકા કરતાં કહ્યું હતું કે ગત વહીવટી તંત્રે (બાયડેન તંત્રે હાથ ધરેલી ટેરિફ નીતિ તો અમેરિકાની વિરૂદ્ધ જ પડી રહી હતી.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના ટ્રેઝરી સેક્રેટરી (વિત્તમંત્રી) સ્કોટ લીસેન્ટે જૂન મહીનામાં જ કહ્યું હતું કે યુએસ, ટ્રેડીંગ પાર્ટનર્સ સાથે ટેરિફ અંગે મંત્રણા કરી રહ્યું છે. જે (અમેરિકાના) લેબર ડેની સાંજે પૂરી થશે.

બીજી તરફ કેટલાક વિશ્લેષણકારો કહે છે કે ભારત ઉપર ૨૫ + ૨૫ ટકા મળી કુલ ૫૦ ટકા જેટલો ટેરિફ નાખવો અયોગ્ય છે. પરંતુ તેનું કારણ તે છે કે ભારત-પાક યુદ્ધમાં તેમને મધ્યસ્થી ન થવા દેતાં ટ્રમ્પ ભારત પર ગિન્નાયા હતા અને તેથી જ ૨૫ ટકા જેટલો ભારે ટેરિફ નાખ્યા પછી બીજો ૨૫ ટકા શિક્ષાત્મક ટેરિફ લાદ્યો છે. પરંતુ તે રીતે ભારતને જ વિમુખ કરી ટ્રમ્પે રણનીતિની દ્રષ્ટિએ ભારે ભૂલ કરી છે.