Get The App

અપોલો 13 મૂન મિશનના કમાન્ડર જેમ્સ લોવેલનું 97 વર્ષે અવસાન

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
અપોલો 13 મૂન મિશનના કમાન્ડર જેમ્સ લોવેલનું 97 વર્ષે અવસાન 1 - image


- ચાર વખત અવકાશ યાત્રામાં ૭૧૫ કલાક સ્પેસમાં વિતાવ્યા

- જેમ્સ લોવેલ અલગ મિશનમાં ચંદ્રની ચારે બાજુ ફર્યા, બે વખત ખૂબ નજીક ગયા છતાં ઉતરાણ ના કરી શક્યા

શિકાગો : અમેરિકાની અવકાશ સંસ્થા નાસાના એપોલો ૧૩ મૂન મિશનના કમાન્ડર જેમ્સ લોવેલનું ૯૭ વર્ષની જૈફ વયે અવસાન થયું છે. લોવેલે ૧૯૭૦ના નિષ્ફળ અપોલો મૂન મિશનનું નેતૃત્વ કરતા ઉડ્ડયન વખતે એન્જિનિયરિંગની કમાલથી ધરતી પર પાછા ફરવામાં સફળતા મેળવી હતી. તેમણે ચાર વખત અવકાશયાત્રા કરી હતી અને ૭૧૫ કલાકથી વધુનો સમય અવકાશમાં પસાર કર્યો હતો. 

નાસાએ જણાવ્યું હતું કે, ઈલિનોઈસના લેક ફોરેસ્ટમાં વોલેલનું નીધન થયું હતું. જેમ્સ લોવેલના પરિવારે તેમના નિધનની માહિતી આપતા કહ્યું કે, અમારા પ્રિય પિતા, યુએસએન કેપ્ટન એ જિમ લોવેલ, નેવી પાયલટ, અધિકારી, અવકાશ યાત્રી, નેતા અને સંશોધકના નિધનથી અમને ખૂબ જ દુ:ખ થયું છે. તેમના પરિવારે વિનંતી કરી છે કે આ દુ:ખના સમયમાં તેમને એકલા છોડી દેવામાં આવે. લોવેલ નાસાના પહેલા દાયકામાં સૌથી વધુ પ્રવાસ કરનારા અવકાશયાત્રીઓમાંના એક હતા. તેમણે ચાર વખત જેમીની-૭, જેમીની-૧૨, અપોલો-૮ અને અપોલો-૧૩માં અવકાશનો પ્રવાસ કર્યો હતો. અપોલો-૮ મિશનમાં તેઓ ચંદ્રની ચારે તરફ ફર્યા હતા, જેથી ચંદ્રને ખૂબ જ નજીકથી બે વખત જોનારા તેઓ પહેલા અવકાશયાત્રી હતા. 

નાસાનું ચંદ્ર પર ઉતરાણ માટેનું અપોલો-૧૩ મિશન તેના ઉદ્દેશ્યમાં નિષ્ફળ ગયું હોવા છતાં તેને સફળ માનવામાં આવે છે. અપોલો-૧૩ મિશન દરમિયાન જેમ્સ લોવેલ તેમના સાથી જોન સ્વિગર્ટ જુનિયર અને ફ્રેડ હેઝ જુનિયર સાથે પૃથ્વીથી બે લાખ માઈલ દૂર હતા ત્યારે તેમના યાનની ઓક્સિજન ટેન્ક ફાટી ગઈ હતી, જેને પગલે ચંદ્ર પર ઉતરાણ કર્યા વિના જ તેમણે પૃથ્વી પર પાછા ફરવું પડયું હતું. આ નિષ્ફળ મિશનને સફળ બનાવવામાં જેમ્સ લોવેલની ભૂમિકા મહત્વની છે. અપોલો-૧૩ નામથી એક ફિલ્મ પણ બની હતી. 

Tags :