Get The App

રાતા સમુદ્રની ખારી ગર્તાઓમાં જે કાંઈ જાય તે જીવિત ન રહી શકે : સિવાય કે સૂક્ષ્મજીવાણુઓ

Updated: Jul 23rd, 2022

GS TEAM

Google News
Google News
રાતા સમુદ્રની ખારી ગર્તાઓમાં જે કાંઈ જાય તે જીવિત ન રહી શકે : સિવાય કે સૂક્ષ્મજીવાણુઓ 1 - image

- આ સૂક્ષ્મ જીવાણુઓ તે ક્ષેત્રનાં પર્યાવરણનો સુરાગ આપી શકે છે સાથે પૃથ્વી ઉપર જીવનની ઉત્પત્તિ કઇ રીતે થઇ તે પર પ્રકાશ ફેંકે છે

રીયાદ, તા. ૨૩

રાતા સમુદ્રને દુનિયાનો સૌથી ખારો સમુદ્ર કહેવામાં આવે છે. આ સમુદ્ર ઊંડાણમાં વિજ્ઞાાનીઓને સમુદ્રનાં ઊંડાણમાં દુર્લભ ખારી ગર્તાઓ મળી છે. ત્યાં ખારાશ એટલી બધી છે કે તેમાં કોઈ જીવ માછલી વગેરે જીવંત રહી જ શકે તેમ નથી. પરંતુ આવી ય સામાન્ય ખારાશ વચ્ચે પણ અતિ સૂક્ષ્મ જીવાણુઓ Microbes) ની કેટલીક પ્રજાતિઓ છે કે જે આટલી અસામાન્ય ખારાશ વચ્ચે પણ જીવી શકે છે. ફૂલી ફાલી રહી શકે છે.

આ અંગે વધુ સંશોધન કરતાં વિજ્ઞાાનીઓને જાણવા મળ્યું છે કે આ સંશોધનથી પૃથ્વી ઉપર જીવનની ઉત્પત્તિ કઇ રીતે થઇ તે ઉપર પણ પ્રકાશ પડશે. આ ગર્તાો સમુદ્ર સપાટીથી આશરે ૫૮૦૦ ફીટની ઊંડાઈએ આવેલી છે.

આ ખારી ગર્તાઓ (ખાડાઓ) અંગે કોમ્યુનિકેશન અર્થ એન્ડ એન્વીરોેનમેન્ટ નામનાં સામાયિકમાં જણાવવામાં આવ્યું છે કે વિજ્ઞાાનીઓએ સબમર્શીબલ રીમોટ ઓપરેેટેડ વ્હીકલ (ROV) સાથે છ સપ્તાહ સુધી મહેનત કરી આ ગર્તાઓ શોધી હતી. શોધકર્તાઓએ આ ખારી ગર્તાઓને NEOM  તેવું નામ આપ્યું છે. આ ગર્તાઓ તેવાં સ્થાને છે કે જ્યાં પહેલાં કોઈ પહોંચ્યું નથી. ગર્તાઓની સ્થિતિ સેડીમેન્ટોલોજી કેમીસ્ટ્રી અને બાયોલોજી સમજવા માટે પાણી તથા તળિયાના નમૂના તથા કેન્દ્રીય જથ્થો (CORE) એકત્રિત કરવામાં આવ્યો. તે સેમ્પલથી જાણવા મળી શકશે કે શું NEOM પૂલ (નીઓમ-ગર્તા) રાતા સમુદ્રની અંદર મળી આવતાં અન્ય ગર્તાઓની શ્રેણીમાં આવે છે કે કેમ ? કે પછી તેમની અલગ શ્રેણીની છે ? આ શ્રેણીના બે વિભાગો છે, એક સમુદ્ર તટની નજીકનો વિભાગ છે, તો બીજો આશરે સમુદ્ર તટથી ૨૫ કીમી દૂરનો છે. આ NEOM અરબસ્તાનની નજીક છે. તેથી ગલ્ફ-ઓફ અકાબામાં આવેલાં સુનામી અચાનક આવતી ભરતી અને ભૂકંપોનો ઇતિહાસ જાણી શકાય છે.

સંશોધકો જણાવે છે કે જીવલેણ જેવી ખતરનાક પરિસ્થિતિ વચ્ચે પણ આ માઇક્રોબ્સ રહે છે. વિજ્ઞાાનીઓ માને છે કે, જીવનની ઉત્પત્તિ આપણા મહાસાગરોના ઊંડા અંધકારમય અને ઓક્સિજન વગરના ખૂણાઓમાંથી જ થઇ હશે.

આ નવાં સંશોધનની સાથોસાથ પ્રારંભિક જીવન પ્રાચીન પર્યાવરણીય પરિસ્થિતિનો પણ અભ્યાસ થઇ રહ્યો છે.

માયામી (મિયામી) યુનિવર્સિટીના સમુદ્રીય ભૂ-વિજ્ઞાાન વિભાગના અધ્યક્ષ અને આ શોધના લેખક પ્રોફેસર સામ પર્કીસનું કહેવું છે કે ડીપ-સી-બ્રાઈન-પૂર્લ માં ઓક્સીજનની કમી અને હાઈપર સેલાઇન પરિસ્થિતિ છતાં એસ્ટ્રિમોફાઈલ જીવાણુઓ ખૂબ મોટા પ્રમાણમાં મળી આવે છે. આથી જાણી શકાય કે પૃથ્વી ઉપર જીવનની શરૃઆત કઇ રીતે થઇ. તેટલું જ નહીં પરંતુ આપણાં સૂર્યમંડળના અન્ય ગ્રહો જ્યાં પાણી છે ત્યાં પણ જીવનની ઉત્પત્તિ અંગે કશું જાણી શકાશે.

આ તબક્કે આ અતિસૂક્ષ્મ જીવાણુની જીવન શક્તિ જાણવી હોય તો ઉક્ત ઉદાહરણનો છે જ પરંતુ સાથે યાદ રાખવું જોઇએ કે તે સમયનાં અખંડ સોવિયેત સંઘમાં અત્યારે જે યુક્રેન પ્રદેશ છે ત્યાં ચાર્નોબિલ નામનાં સ્થળે એપ્રિલ ૨૫-૨૬ ૧૯૮૬ દરમિયાન એટનિક રીએક્ટર ફાટયું હતું. પંદરેક દિવસ પછી વિજ્ઞાાનીઓ કિરણોત્સર્ગ (રેડીએશન) સામે રક્ષણ આપે તેવો પોષાક પહેરી તે રીયેકટર પાસે ગયા. તપાસ પણ કરી ત્યાં તેમના આશ્ચર્ય વચ્ચે તે રીએકટરની ઉપરથી નીચે (અંદરની તરફ) વાળેલી ધાર સાથે ચોંટેલાં જીવાણુઓ મળી આવ્યાં હતાં. આ જીવન-શક્તિની પરિસીમા છે.