Get The App

ઈલોન મસ્કના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઊતર્યા, ટેસ્લાની કારોને જાહેરમાં ફૂંકી મારી

Updated: Mar 30th, 2025

GS TEAM

Google News
Google News
ઈલોન મસ્કના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઊતર્યા, ટેસ્લાની કારોને જાહેરમાં ફૂંકી મારી 1 - image

Anti Musk Protesters Target Tesla showrooms: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના ઈલોન મસ્કની આ દિવસોમાં મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. યુએસ સરકારમાં ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીમાં પ્રમુખ પદ સંભાળી રહેલા મસ્ક સામે વિશ્વભરમાં વિરોધ પ્રદર્શનો તીવ્ર બન્યા છે. શનિવારે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મસ્ક વિરુદ્ધ નારા લગાવ્યા હતા. આ દરમિયાન લોકોએ ટેસ્લા કારને પણ નિશાન બનાવી. આ દરમિયાન લોકોએ ઘણી ટેસ્લા કારને આગ ચાંપી દીધી હતી. અમેરિકા ઉપરાંત બ્રિટન અને જર્મની જેવા દેશોમાં પણ લોકો મસ્ક પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે લોકો DOGE પ્રમુખ તરીકે મસ્કની નીતિઓનો વિરોધ કરવા માટે આ પગલું ભરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, મસ્કે આ વિભાગ હેઠળ કામ કરતા લોકોની સંવેદનશીલ માહિતી મેળવી છે અને સરકારી ખર્ચમાં ઘટાડો કરવાનો હવાલો આપીને એજન્સીઓ બંધ કરી દીધી છે. આ કારણોસર એક જ ઝટકામાં હજારો લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે.

ટેસ્લાના શોરૂમને ટાર્ગેટ કર્યો

લોકો ઈલોન મસ્કના આ પગલાંથી ખૂબ જ નારાજ છે અને તેથી જ તેઓ મસ્કની સંપત્તિને નિશાન બનાવી રહ્યા છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની અંદાજિત 340 બિલિયન ડોલરની સંપત્તિમાંથી સૌથી મોટો હિસ્સો ટેસ્લા કંપની શેર છે. શનિવારે અમેરિકામાં ટેસ્લાના તમામ 277 શોરૂમ અને સેન્ટર પર મોટી ભીડ તૂટી પડી હતી. ટેક્સાસ, ન્યુ જર્સી, મેસેચ્યુસેટ્સ, કનેક્ટિકટ, ન્યુ યોર્ક, મિનેસોટા અને અમેરિકાના અન્ય ઘણા ભાગોમાં સેંકડો પ્રદર્શનકારીઓએ ટેસ્લા ડીલરશીપની બહાર પ્રદર્શન કર્યા હતા. 

આ પણ વાંચો: VIDEO : મહિલા કોને કહેવાય? ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાખ્યા સાંભળી લોકો હસી હસીને લોથપોથ થયા

લોકોએ નારા લગાવ્યા

આ પ્રદર્શન સાથે સબંધિત અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો 'ટેસ્લાને બાળો, લોકતંત્ર બચાવો', ' અમેરિકાને મસ્કથી મુક્ત કરો', 'નાઝી કાર ન ખરીદો' જેવા પોસ્ટરો લઈને ફરતા દેખાય રહ્યા છે. શિકાગોના એક શોરૂમની બહાર ડઝનો લોકોએ 'ઈલોન મસ્કને જવું પડશે!' ના નારા લગાવ્યા. બીજી તરફ બ્રિટનમાં પણ મસ્કના નિર્ણય સામે વિરોધીઓએ 'નાઝી કાર ન ખરીદો', 'નાદાર ઈલોન' જેવા નારા લગાવ્યા. કેટલાક વિરોધીઓએ કથિત રીતે ટેસ્લા કારને આગ ચાંપી દીધી છે.

મસ્કને મળ્યો પ્રમુખનો સાથ

તમને જણાવી દઈએ કે અમેરિકામાં પહેલા પણ ટેસ્લાની કારને નિશાન બનાવવામાં આવી છે. મસ્કે કહ્યું છે કે હું આ હુમલાઓથી સ્તબ્ધ છું અને આ પાગલપન તાત્કાલિક બંધ થવું જોઈએ. બીજી તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઈલોન મસ્કને ટેકો આપતા દેખાયા. તેમણે કહ્યું કે ટેસ્લા વાહનો પર હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને 20 વર્ષ સુધીની જેલમાં ધકેલી દેવામાં આવશે.