Get The App

વીજળી અને પાણી બાદ પાકિસ્તાનમાં વધુ એક સંકટ

Updated: Aug 28th, 2022

GS TEAM

Google News
Google News
વીજળી અને પાણી બાદ પાકિસ્તાનમાં વધુ એક સંકટ 1 - image

ઈસ્લામાબાદ, તા. 28 ઓગસ્ટ 2022 રવિવાર

વિજળી-પાણી બાદ પાકિસ્તાનમાં વધુ એક સંકટ આવી ગયુ છે. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સર્વિસ ખૂબ ડાઉન થઈ રહી છે. છેલ્લા અમુક સમયથી પાકિસ્તાનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારે ખૂબ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

આ પણ વાંચો: પાકિસ્તાનમાં પૂરથી તબાહી: છેલ્લા 24 કલાકમાં 119 લોકોના મોત, અત્યાર સુધીમાં 1,000 લોકોએ જીવ ગુમાવ્યો

આનુ કારણ કેબલમાં આવેલી ખરાબી છે પરંતુ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સમસ્યાથી લોકોને હાલ છુટકારો મળવાનો નથી. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સંકટ ઘેરાતુ જઈ રહ્યુ છે. 

વીજળી અને પાણી બાદ પાકિસ્તાનમાં વધુ એક સંકટ 2 - image

પાકિસ્તાનમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અમુક વિસ્તારોમાં પૂર પણ આવી ગયા છે. આ કારણથી લોકોનુ જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયુ છે. આની અસર ઓપ્ટિકલ ફાઈબર પર પણ પડી છે. પાકિસ્તાનના અમુક સ્થળો પર ઈન્ટરનેટની સર્વિસ બંધ થઈ ગઈ છે.

વીજળી અને પાણી બાદ પાકિસ્તાનમાં વધુ એક સંકટ 3 - image

આની અસર આગામી સમયમાં વધી શકે છે. એક રિપોર્ટ અનુસાર જણાવાયુ છે કે પાકિસ્તાન ટેલિકમ્યુનિકેશન કંપની લિમિટેડ અને પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીને કેબલ કટની ઘટના બાદ રિપોર્ટ સબમિટ કરવા માટે સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે.