World

રશિયાના કામચટકામાં ફરી 7.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર કરાયું

By GS TEAM
19 Sep 20251 min read
TukuTouch Logo
રશિયાના કામચટકા ટાપુ પર ફરી એકવાર જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અમેરિકન વિજ્ઞાનીઓના સરવે અનુસાર આ ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી જે ઘાતક શ્રેણીમાં આવે છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 10 કિ.મી. ઊંડે હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયાના કામચટકામાં ફરી 7.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર કરાયું

Russia Earthquack News : રશિયાના કામચટકા ટાપુ પર ફરી એકવાર જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અમેરિકન વિજ્ઞાનીઓના સરવે અનુસાર આ ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી જે ઘાતક શ્રેણીમાં આવે છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 10 કિ.મી. ઊંડે હતું. 

સુનામીનું એલર્ટ જાહેર

કામચટકા ક્ષેત્રના ગવર્નર વ્લાદિમીર સોલોદોવે ટેલીગ્રામ પર એક જાણકારી આપતાં કહ્યું કે પૂર્વ કિનારે સુનામીના ખતરાને જોતાં ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. સ્થાનિકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. જોકે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. 

અનેક ભારે ભૂકંપ આવી ચૂક્યા છે અહીં 

આ વિસ્તાર વિશ્વના સૌથી વધુ ભૂકંપની રીતે સક્રિય ઝોનમાંનો એક છે, જ્યાં પેસિફિક પ્લેટ અને ઉત્તર અમેરિકન પ્લેટ મળે છે. આ જ કારણ છે કે અહીં ભૂકંપ સામાન્ય બાબત બની ગયા છે. શનિવારે, કામચટકાના દરિયાકાંઠે 7.4 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો.  શરૂઆતમાં તેની તીવ્રતા 7.5 નોંધાઈ હતી, પરંતુ પછીથી તેને 7.4 કરવામાં આવી. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર (PTWC) એ જણાવ્યું હતું કે આ ભૂકંપથી સુનામીનો ભય નહોતો.