Get The App

પાકિસ્તાનમાં ફરી 4.6ની તીવ્રતાનો ભૂંકપ, અઠવાડિયામાં ત્રીજી વખત ધરા ધ્રૂજી

Updated: May 12th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનમાં ફરી 4.6ની તીવ્રતાનો ભૂંકપ, અઠવાડિયામાં ત્રીજી વખત ધરા ધ્રૂજી 1 - image

Pakistan earthquake | ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ સીઝફાયર થઈ રહ્યું છે ત્યારે પાકિસ્તાનમાં કુદરતો પ્રકોપ યથાવત્ છે. અઠવાડિયામાં ત્રીજી વખત અહીં ભૂકંપ આવતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ વખતે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.


કેટલી હતી તીવ્રતા? 

ભૂકંપની તીવ્રતા 4.6 નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે સુધી હતું. ઉલ્લેખનીય છે કે એક જ અઠવાડિયામાં ત્રીજી વખત પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો છે. અગાઉ ગત સોમવારે (5 મે) પણ  ભૂકંપનો આંચકો આવ્યો હતો. તે સમયે પણ તીવ્રતા 4.0 નોંધાઈ હતી. ત્યારે ભૂકંપનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે નોંધાયું હતું. જોકે ત્યારપછી શનિવારે સવારે પણ 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.