Get The App

ચીનના ઝિન્જિયાંગ પ્રાંતમાં 1000 ટનથી વધુ સોનુ ધરાવતો વિસ્તાર મળી આવ્યો

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
ચીનના ઝિન્જિયાંગ પ્રાંતમાં 1000 ટનથી વધુ સોનુ ધરાવતો વિસ્તાર મળી આવ્યો 1 - image


બૈજિંગ: ચીની વિજ્ઞાનીઓએ ઉત્તર પશ્ચિમના પ્રાંત ઝિન્જિયાંગ, સ્થિત ઉઇગુર વિસ્તારમાં અઢળક સુવર્ણ ભંડાર શોધી કાઢ્યા છે. તેના કાચા અંદાજો દર્શાવે છે કે આ પ્રદેશની કુનલુન પર્વતમાળામાં અઢળક સુવર્ણ ભંડારો છે તેવી ચીનની પુરાણ કથા સાચી ઠરે છે.

સીનીયર એન્જિનિયર હે.કુબાઓ અને તેની ટીમે ૪ નવેમ્બરે પ્રસિધ્ધ કરેલા રીચર્સ પેપરમાં આ પ્રમાણે જણાવ્યું હતું. આ રીસર્ચ પેપર સાયન્સ જર્નલ એક્ટા જીઓસાયન્ટિકા સિનિકામાં તેમના રીસર્ચ પેપર્સ પ્રસિદ્ધ થયા છે.

ચીનમાં એક વર્ષમાં જ મળી આવેલો આ ત્રીજો સુવર્ણ ભંડાર છે. ત્યાં ૧૦૦૦ રનથી વધુ સોનું હોવા સંભવ છે. આ પૂર્વે ઉત્તર પૂર્વના લાયોજિંગ પ્રાંતમાં અને મધ્ય ચીનના હુનાન પ્રાંતમાં પણ સુવર્ણ ભંડારો મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હજી સુધીમાં દુનિયામાં ભૂગર્ભમાં રહેલાં સોનાના ભંડારો માત્ર થોડા સો ટન જ સોનું ધરાવે છે. સુવર્ણ ભંડાર ૫૦૦ ટનનો જ મળ્યો છે.

અંતે સેટેલાઇટસ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને દુનિયાના બહુ જ થોડા દેશો પાસે છે. તેવી ગ્રાઉન્ડ મેનેટરિંગ રેડાર સીસ્ટીમની સહાયથી આ વિશાળ સુર્વણ ભંડારો શોધી કાઢ્યા છે.

સાઉથ ચાયના મોર્નિંગ પોસ્ટ જણાવે છે કે ચીન પાસે હજી સુધીમાં કુલ ૩૦૦૦ ટન જેટલું ખોધ્યા સિવાયનું સોનું હશે. જે રશિયા અને ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ રીઝર્વસના ચોથા ભાગનું થવા જાય છે. તેવા પૂર્વ અંદાજો હતા.

આશ્ચર્યની વાત તે છે કે ચીનનાં પુરાણોમાં લખ્યું છે કે ઉત્તર પશ્ચિમે રહેલા કુનલુન પર્વતોમાં અઢળક સોનું છે. સોનાના ઘરોનાં આ વૈજ્ઞાાનિક સંશોધનોએ તે પુરાણ કથા સાચી ઠરાવી છે.


Tags :