World

એમેઝોન ત્રણ મહિનામાં ૧૬,૦૦૦ કર્મચારીઓની છટણી કરશે

By GS TEAM
28 Jan 20262 mins read
એમેઝોન ત્રણ મહિનામાં ૧૬,૦૦૦ કર્મચારીઓની છટણી કરશે


(પીટીઆઇ)     ન્યૂયોર્ક, તા. ૨૮

એમેઝોન  મોટા પાયે છટણીનાં બીજા તબક્કાં હેઠળ આગામી ત્રણ મહિનાઓમાં  ૧૬,૦૦૦ નોકરીઓમાં કાપ મૂકવા જઇ રહી છે. કંપનીએ જણાવ્યું છે કે તે કોર્પોરેટ કર્મચારીઓને બદલવા માટે જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે.

કંપની એ વર્કફોર્સને પણ ઘટાડી રહી ેછે જે મહામારી દરમિયાન વધી ગયું હતું. એમેઝોનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ બેથ ગેલેટીએ બુધવારે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે કંપની માલિકી વધારી રહી છે અને નોકરશાહી દૂર કરી રહી છે.

જો કે કંપનીએ જણાવ્યું નથી કે છટણીની અસર ક્યાં વ્યવસાયિક એકમો પર પડશે અથવા ક્યા ક્ષેત્રમાં નોકરીઓ ઘટાડવામાં આવશે. ઓક્ટોબર પછી છટણીના બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે.

ઓક્ટોબરમાં એમેઝોને જણાવ્યું હતું કે તે ૧૪૦૦૦ કામદારોની છટણી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં એમેઝોને કેટલાક સંગઠનાત્મક ફેરફારો પૂર્ણ કર્યા હતાં.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકા સ્થિત સ્ટાફને આંતરિક રીતે નવી નોકરી શોધવા માટે ૯૦ દિવસનો સમય આપવામાં આવશે. જે લોકો નિષ્ફળ જશે અથવા નવી નોકરી ઇચ્છશે નહીં તેમને સેવરેન્સ પે, આઉટપ્લેસમેન્ટ સર્વિસ અને હેલ્થ ઇન્સ્યુરન્સ લાભો આપવામાં આવશે.

ગેલેટીએ જણાવ્યું હતું કે જ્યારે અમે આ ફેરફાર કરી રહ્યાં છે ત્યારે અમે એ સ્ટ્રેટેજિક એરિયા અને ફંકશન્સમાં ભરતી અને રોકાણ કરવાનું ચાલુ રાખીશું જે અમારા ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ છે.

એમેઝોને આજે જાહેર કરેલી છટણી ૨૦૨૩ પછીની સૌથી મોટી છટણી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૩માં કંપનીએ ૨૭,૦૦૦ નોકરીઓ સમાપ્ત કરી દીધી હતી.