વિશ્વમાં ઉથલપાથલ વચ્ચે પુતિનની ભારત સાથેના સંબંધો અંગે મોટી જાહેરાત, ઓઇલ-ગેસ પર ફોકસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia vs India Relation News : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને મોટી જાહેરાત કરતાં કહ્યું કે 2030 સુધી ભારત સાથે લાંબા ગાળાના આર્થિક સહયોગ માટે મોસ્કોના વર્કિંગ પ્લાનને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ અપાશે. 'સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમ'ના એક સત્રને સંબોધતાં પુતિને એલાન કર્યું કે રશિયા ભારત સહિત તેના મુખ્ય ભાગીદારો સાથે લાંબા ગાળાના આર્થિક સહયોગને લગતી યોજનાઓને આગળ ધપાવવા માટે કામ કરી રહ્યું છે.
રશિયાનું ફોકસ ક્યાં?
પ્રમુખ પુતિને કહ્યું કે, "અમે અમારા મુખ્ય ભાગીદારો સાથે લાંબા ગાળાની સહયોગી યોજનાઓ બનાવવા માટે સંમત થયા છીએ. તેમણે ભાર મૂક્યો કે ભારત જેવા દેશો સાથેના વર્કિંગ પ્લાન ટૂંક સમયમાં ફાઇનલ થવા જોઈએ." રશિયન પ્રમુખે કહ્યું કે, "અમે ઓઇલ અને ગેસ નિકાસને વધારવા માટે અગાઉથી જ એક લક્ષ્ય નક્કી કરેલ છે. જેને પ્રાપ્ત કરવા માટે, અમે ભાગીદારો સાથે સંબંધો વિકસાવીશું, વેપાર અવરોધો દૂર કરીશું, નવા બજારો શોધીશું, માળખાગત સુવિધાઓનું નિર્માણ કરીશું અને રોકાણો વધારીશું." જોકે પુતિને એ વાત નકારી કાઢી હતી કે ચીન અને રશિયા એક નવી મલ્ટી લેયર વર્લ્ડ સિસ્ટમ બનાવી રહ્યા છે.
ભારતથી કોણ સામેલ થયું આ કાર્યક્રમમાં?
પુતિને કહ્યું કે, 'ઉગતા સૂર્યની જેમ એક નવી વિશ્વ વ્યવસ્થા કુદરતી રીતે ઉભરી રહી છે. તેને રોકવાનો કોઈ રસ્તો નથી, અમારી ભૂમિકા આ પ્રક્રિયાને ઔપચારિક બનાવવાની અને તેને સરળ બનાવવાની છે, જેથી ખાતરી કરી શકાય કે તે મોટાભાગના દેશોના હિતોને ધ્યાનમાં લેતા વધુ સંતુલિત રીતે વિકાસ પામે.' SPIEFમાં ભારતનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય રેલ્વે, માહિતી અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું હતું.








