World

ઇરાનના સુપ્રિમ લીડર મોજતબા સમલૈંગિક હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

By GS TEAM
27 Mar 20262 mins read
ઇરાનના સુપ્રિમ લીડર મોજતબા સમલૈંગિક હોવાનો  ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

વોશિંગ્ટન,27 માર્ચ,2026,શુક્રવાર 

અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાનના યુધ્ધની સાથે સાયકોલોજીકલ વૉર પણ ચાલું રહયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે  ફોકસ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુંમાં સેન્ટ્રલ  ઇન્ટેલિજન્સ એજન્સીને ટાંકીને દાવો કર્યો છે કે ઇરાનના નવા સુપ્રિમ લીડર મોજતબા ખામેનેઇ ગે (સમલંૈગિક) છે. ઘણા લોકો પણ આવું કહી રહયા છે.  ટ્રમ્પે ઉમેર્યુ હતું કે અગાઉ એક સમાચારપત્રમાં પણ જણાવાયું હતું ત્યારે નવાઇ લાગી હતી. 

ઇન્ટરવ્યુમાં અમેરિકાએ ઇરાન વિરુધનું યુધ્ધ પહેલાથી જ જીતી લીધું હોવાનો પણ દાવો કર્યો હતો. ખાસ કરીને અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન નેવી અને મિસાઇલ ક્ષમતાને ખૂબ નુકસાન કર્યુ છે. નેવી અને એરફોર્સની સિસ્ટમને સંપૂર્ણ ખતમ કરવામાં આવી હતી. ટ્રમ્પે અમેરિકા અને ઇરાન વચ્ચે વાતચીત સારી રીતે ચાલી રહી હોવાનું પણ જણાવ્યું હતું. જે આના કરતા ઉલટા સમાચાર આવી રહયા છે તેને ફેંક ન્યૂઝ ગણાવ્યા હતા. અમેરિકાએ ઇરાનના ઉર્જા પ્લાન્ટ પરના હુમલાને અટકાવી દેવા માટે ૫ દિવસનો સમય આપ્યો હતો તે વધારીને ૧૦ દિવસ કર્યા હતા.  

૨૮ ફેબુ્આરીના રોજ ઇઝરાયેલ અને અમેરિકાના હુમલાની શરુઆતમાં જ ઇરાનના સુપ્રિમ લિડર આયાતોલ્લાહ અલી ખોમેનીઇની હત્યા થયા પછી તેમના પુત્ર મોજતબા ખોમેનીઇને સુપ્રિમ લિડર તરીકે નિમવામાં આવ્યા છે. જો કે ત્યાર પછી આજ સુધી કયારેય જાહેરમાં દેખાયા નથી. એકિસયોસના એક રિપોર્ટ અનુસાર અમેરિકા અને ઇઝરાયેલની જાસુસી એજન્સીઓ પાસે સાબીતીઓ છે કે મોજતબા જીવતા છે. ગત ૨૦ માર્ચના રોજ મોજતબાએ પોતાના પિતાની પરંપરાનું પાલન કરીને ફારસી નવ વર્ષ નૌરોજ નિમિત્તે કોઇ સંબોધન કર્યુ ન હતું.  મોજતબાએ ટેલીગ્રામ ચેનલ પર નવા વર્ષના  એક લેખિત સંદેશો આપ્યો હતો ત્યારે તેમની કેટલીક તસ્વીરો રજૂ કરવામાં આવી હતી. મોજતબાના સાર્વજનિક રીતે દૂર રાખવા માટેનો હેતું સિકયોરિટીનો હોય તેવું માનવામાં આવે છે.