Get The App

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીઃ પહેલી વખત સર્વેમાં બાઈડન કરતા ટ્રમ્પ આગળ નીકળી ગયા

Updated: Dec 10th, 2023

GS TEAM

Google News
Google News
અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીઃ પહેલી વખત સર્વેમાં બાઈડન કરતા ટ્રમ્પ આગળ નીકળી ગયા 1 - image

Image Source: Twitter

વોશિંગ્ટન, તા. 10 ડિસેમ્બર 2023

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે 2024માં યોજાનારી ચૂંટણીની રેસમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ જો બાઈડનને પાછળ છોડી દીધા છે.

ચૂંટણી પહેલા કરવામાં આવેલા રાષ્ટ્રીય સર્વેમાં 47 ટકા લોકોએ રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ પર અને 43 ટકાએ બાઈડન પર પસંદગી ઉતારી હતી. આમ બાઈડન પર હવે ટ્રમ્પે ચાર ટકા જેટલી સરસાઈ મેળવી લીધી છે. સર્વેમાં પહેલી વખત બાઈડન કરતા ટ્રમ્પ આગળ નિકળ્યા છે.

અમેરિકાના એક જાણીતા અખબારે કરેલા સર્વેમાં એવુ પણ બહાર આવ્યુ છે કે, મતદારોમાં બાઈડનની એપ્રૂવલ રેટિંગ સૌથી નીચા સ્તર પર પહોંચી છે. આમ આગામી ચૂંટણીમાં બાઈડનની ફરી એક વખત ઉમેદવારીના પ્રયત્નોને પણ ફટકો પડે તેમ લાગી રહ્યુ છે. કારણકે ડેમોક્રેટિક પાર્ટીમાં પણ બાઈડનને ફરી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી સોંપવાને લઈને મતભેદો છે. જોકે બાઈડન પોતે ઉમેદવારી કરવા માટે મક્કમ છે.

ડેમોક્રેટિક પાર્ટીમાં સૌથી વધારે ચિંતા બાઈડનની વયની છે. કારણકે જ્યારે ચૂંટણી થશે ત્યારે બાઈડન 81 વર્ષના હશે અને જો તે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તો બીજી ટર્મ પૂરી કરતા તેમની વય 86 વર્ષની થઈ જશે. સાથે સાથે બાઈડનના પુત્ર હંટર બાઈડન સામે ટેક્સ ચોરીને લગતા આરોપો પણ લાગ્યા છે. તેના કારણે બાઈડનની મુશ્કેલી વધી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં ઘણા કોર્ટ કેસનો સામનો કરી રહ્યા છે પણ તેમની લોકપ્રિયતામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રિપબ્લિકન પાર્ટીમાં પણ પ્રમુખપદના દાવેદારોની રેસમાં બીજા ઉમેદવારો કરતા તે ઘણા આગળ ચાલી રહ્યા છે. ટ્રમ્પની વધતી જતી લોકપ્રિયતાના કારણે હવે બાઈડન પણ ટ્રમ્પ પર પોતાની રેલીઓમાં સીધા પ્રહારો કરવા માંડ્યા છે.