Get The App

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર, કોની જીતથી ભારતને થશે ફાયદો

Updated: Jun 28th, 2024

GS TEAM


Google News
Google News
Joe Biden And Donald Trump


American Presidential Election : અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી પર સમગ્ર દુનિયાની નજર છે, કારણ કે, રાષ્ટ્રપતિના બદલાવાની સાથે જ અમેરિકાની વિદેશનીતિ અને વ્હાઇટ હાઉસના નિર્ણય વિશ્વના અલગ અલગ હિસ્સાઓ પર પોતાનો પ્રભાવ છોડતા હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુરુવારે ડેમોક્રેટિક જો બાયડન (Joe Biden) અને રિપબ્લિક પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વચ્ચે પહેલી ડિબેટ થઈ હતી. તો જાણીએ અમેરિકામાં ચૂંટણી યોજાયા બાદ ભારત અને ચીન જેવા દેશો પર શું અસર પડશે?

આ પણ વાંચો : Black magic: માલદીવના રાષ્ટ્રપતિ મુઇજ્જુ પર કરવામાં આવેલ આ કાળો જાદુ શું છે?

અમેરિકાની ચૂંટણી પર ચીનની નજર

અમેરિકાની ચૂંટણી પણ જે દેશોની નજર છે તેમાં ચીન (China) મુખ્ય દેશ છે. બેજિંગમાં બીબીસીના સંવાદદાતા લોરા બીકરે જણાવ્યું હતું કે, ચીન અમેરિકા વચ્ચે સૌથી મોટો મતભેદ તાઇવાનને લઈને છે. અમેરિકાના ચૂંટણી દરમિયાન બંને ઉમેદવારોએ બેજિંગ પ્રત્યે કડક વલણ અપનાવવાની વાત કહી છે. ચીનના જે રીતે આગળ વધી રહ્યું છે તેનો મુકાબલો કરવા માટે તેમની આર્થિક નીતિઓ એક સમાન છે પરંતુ ચીનના ક્ષેત્રે પ્રભાવને ખાળવા માટે તેમનો દ્રષ્ટિકોણ ઘણો જ અલગ છે.બંને વચ્ચે સૌથી મોટું અંતર તાઇવાનને લઈને છે. બાયડને ઘણી વખત તાઇવાનની રક્ષા કરવાની વાત કરી છે. બીજી તરફ ટ્રમ્પે તાઇવાન પર અમેરિકન વ્યવસાયોને નબળા કરવાનો આરોપ લગાવ્યો છે.   તેમણે એક અમેરિકન બિલનો પણ વિરોધ વ્યક્ત કર્યો છે જેનાથી તાઇવાનને મદદ મળે છે. આથી એક સવાલ એવો પણ ઉભો થયો છે કે શું જરૂર પડશે ત્યારે અમેરિકા તાઇવાનની મદદ કરશે કે કેમ?

આ પણ વાંચો : હવે આ દેશ પર પણ હુમલો કરવા તૈયાર ઈઝરાયલ, કહ્યું- પાષાણ યુગમાં પહોંચાડી દઇશું

અમેરિકન ચૂંટણીની ભારત પર કેટલી અસર?

રિપોર્ટ અનુસાર વ્હાઇટ હાઉસની નજરમાં ભારત સારી સ્થિતિમાં છે. અમેરિકા ભારતને ચીનના ભૂરાજકીય વિપક્ષ તરીકે જુવે છે. ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જે 2030 સુધી ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આ મહિનાની શરૂઆતમાં જ ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદી (Indian PM Narendra Modi) ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે. ભારત પર તાજેતરના વર્ષોમાં જ લોકતાંત્રિક રીતે પાછળ રહેવા અને આર્થિક ચિત્રને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લાગ્યો છે પરંતુ ભારતના રણનીતિક મહત્વને જોતા આ વાત અમેરિકા માટે મહત્વ રાખતી નથી. અમેરિકાની ચૂંટણીમાં કોઈપણ જીતે, તેનાથી વૈશ્વિક મંચ પર કામ કરી રહેલા ભારત પર કોઈ અસર નહીં પડે, કારણ કે બંને ઉમેદવારો સાથે ભારતના એકસરખા સંબંધો છે.

આ પણ વાંચો : યુક્રેન સામે યુદ્ધ લડવા રશિયાને મળ્યો મજબૂત સાથી, મોકલશે સૈનિકો, બદલામાં મેળવશે ઘાતક હથિયાર

ભારતના વડાપ્રધાનના બાઈડેન-ટ્રમ્પ બંને સાથે ગાઠ સંબંધ

જો બાયડન રાષ્ટ્રપતિ બનશે તો અમેરિકાનો ભારતની તરફેણનો દ્રષ્ટિકોણ યથાવત્ રહેશે અને બંને દેશો વચ્ચેનો વ્યાપારિક સંબંધોમાં વધુ ગાઢ બનશે. ગત વર્ષે જ નરેન્દ્ર મોદી સત્તાવાર રાજકીય યાત્રા માટે વોશિંગ્ટન ગયા હતા. અહીં પ્રધાનમંત્રી મોદીના સન્માનમાં વ્હાઇટ હાઉસમાં એક ભવ્ય સ્વાગત સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો અને તેમણે કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધિત કર્યું હતું. બીજી તરફ જો ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટણી જીતે છે તો પણ ખાસ ફર્ક પડવાનો નથી. તેઓ ઘણી વખત નરેન્દ્ર મોદીનાં વખાણ કરી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ તરીકે 2020માં ભારતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાત (Gujarat) ગયા હતા અને તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. આમ અમેરિકાની ચૂંટણી બાઈડેન જીતે કે પછી ટ્રમ્પ, ભારત પર તેની કોઈ અસર થવાની નથી.


Tags :