Get The App

અમેરિકન ફાર્મા કંપની ભારતમાં એક અબજ ડોલરનું જંગી રોકાણ કરશે

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકન ફાર્મા કંપની ભારતમાં એક અબજ ડોલરનું જંગી રોકાણ કરશે 1 - image


- પ્રમુખ ટ્રમ્પે લાદેલા ટેરિફની ઐસી કી તૈસી

- ભારતમાં આ વર્ષે પ્રારંભમાં જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીએ સ્થૂળતાની દવા મોન્જારોને લોન્ચ કરી હતી

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે નાખેલા ટેરિફનો રાજકારણનો અને એચ-૧બી વિઝાનો તોડ અમેરિકન કંપનીઓ શોધી રહી છે, જેથી તેમના માર્જિન જળવાય. આના જ ભાગરૂપે અમેરિકાની ફાર્મા કંપની ટ્રમ્પના ટેરિફની એસી કી તૈસી કરીને ભારતમાં એક અબજ ડોલર એટલે કે લગભ ૮,૮૮૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે.આ પુરાવો છે કે અમેરિકન કંપનીઓને ભારતીય પ્રતિભામાં કેટલો વિશ્વાસ છે.

અમેરિકાની એલી લીલી એન્ડ કંપની ભારતમાં એ અક અબજ ડોલરનું એટલે કે ૮,૮૮૦ કરોડ રુપિયાની રોકાણ કરવાની છે. આશ્ચર્યની વાત એ છે કે બંને દેશ વચ્ચે ટેરિફને લઈને રાજકીય સંબંધો ડહોળાયેલા છે તેવા સંજોગોમાં અમેરિકન કંપનીની ભારતમાં રોકાણ કરવાની તૈયારી બતાવે છે કે કંપની ભારતમાં રોકાણને લઈને કેટલી આશ્વસ્ત છે.

કંપનીએ જણાવ્યું હતું કે તે હૈદરાબાદમાં નવું સેન્ટર સ્થાપશે. આ સેન્ટર આખા દેશમાં કંપનીના મેન્યુફેક્ચરિંગ નેટવર્ક માટે ઉચ્ચસ્તરીય ગુણવત્તાવાળી ટેકનિકલ ક્ષમતા પૂરી પાડશે. કંપનીનું આ પગલું દવા ઉત્પાદન અને વૈશ્વિક પુરવઠાના શૃંખલામાં ભારતના વધતા જતાં મહત્ત્વનું પ્રતિબિંબ પાડે છે. 

આ પગલું એલી લિલી દ્વારા ભારતમાં આ વર્ષના પ્રારંભમાં વજન ઘટાડવા અને ડાયાબિટીસની દવા મોન્જારોને લોન્ચ કરવામાં આવ્યા પછી ઉઠાવવામાં આવ્યું છે. તેની વૈશ્વિક માંગ ઝડપથી વૃદ્ધિ પામી છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ રોકાણથી કંપનીને સ્થૂળતાની દવાના બજારમાં વધતી સ્પર્ધાના સમયમાં લાંબા ગાળા માટે પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.

કંપની આ રોકાણ તેલંગણામાં સ્થાનિક દવા ઉત્પાદકો સાથે ભાગીદારીમાં કરશે, જેથી દવા ઉત્પાદનમાં વધારો કરી શકાય. તેના સાથે તેની  મહત્ત્વની દવાઓની ઉપલબ્ધતાની સ્થિતિમાં સુધારો કરી શકાશે તેમ મનાય છે. કંપની પાસે ફક્ત સ્થૂળતા અને ડાયાબિટીસની જ દવાઓ છે તેવું નથી, તેની પાસે અલ્ઝાઇમર, કેન્સર અને ઇમ્યુનિટી સાથે સંલગ્ન રોગોની સારવાર પણ ઉપલબ્ધ છે. 

Tags :