For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

અમેરિકાનું કરોડો ડોલરનું એફ-35 વિમાન ખોવાયું, શોધવા માટે લોકોને મદદ કરવાની કરી અપીલ

એફ -૩૫નો કાટમાળ દુશ્મનના હાથમાં જાય તેમ ઇચ્છતું નથી

અમેરિકા આ વિમાનની ટેકનીકને લઇને ખૂબજ ગંભીર છે.

Updated: Sep 18th, 2023


ન્યૂયોર્ક, ૧૮ સપ્ટેમ્બર,૨૦૨૩,સોમવાર 

 અમેરિકાના મરીન કોર્પ્સનું અતિ આધૂનિક લડાકુ વિમાન એફ -૩૫ લાઇટનિંગ જેટ વિમાન રવીવારે દુર્ઘટનાનો શિકાર બન્યા પછી ગાયબ થયું હતું. આ ઘટનાથી અમેરિકામાં સનસનાટી મચી ગઇ છે. જો કે રાહતના સમાચાર એ છે કે પાયલટે વિમાનમાંથી પેરાશૂટની મદદથી ઇન્જેકટ કરી લીધું હતું. હવે અમેરિકી સૈન્ય અધિકારીઓએ લોકોને લાપતા થયેલા કરોડો ડોલરના વિમાનને શોધવા માટે મદદ કરવાની અપીલ કરી છે. સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર રવિવારે ઉત્તરી ચાર્લ્સટનની ઉપર એફ-૩૫ લાઇટનિંગ જેટ દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. મરીન કોર્પ્સ પાયલોટ વિમાનની બહાર નિકળી જવામાં સફળ રહયો હતો. 

બેસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ચાર્લ્સટન શહેરની ઉત્તરમાં બે સરોવર આસપાસ, સંઘીય  વિમાનન નિયામકોએ તાલમેલ રાખીને એફ -૩૫ શોધવા પ્રયત્નશીલ છે પરંતુ  સફળતા મળી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રમુખ જવાઇંટ બેઝ ચાર્લ્સટને સ્થાનિક નિવાસીઓને મદદ કરી હતી. જવાંઇટ બેઝ ચાર્લ્સટનના ઓફિશિયલ એકસ એકાઉન્ટ પરથી આ અપીલ કરવામાં આવી છે. જોને આને લગતી કોઇ જાણકારી આપની પાસે હોયતો અમારી શોધ કરી રહેલી ટીમો એફ -૩૫ને મદદ કરી શકો છો. બેઝ ડિફેન્સ ઓપરેશંસ સેન્ટરને કોલ કરો. એફ-૩૫ અમેરિકાનું સૌથી અતિ આધૂનિક ફાયટર વિમાન છે. આ વિમાનની ટેકનીકને લઇને ખૂબજ ગંભીર છે.

એફ -૩૫નો કાટમાળ કોઇ શંકાસ્પદ માણસોના હાથમાં જાય તેમ ઇચ્છતું નથી.  એફ-૩૫ એક સ્ટિલ્થ ફાયટર જેટ છે જે દુશ્મનના રડારની પણ નજરમાં આવતું નથી. એક વારમાં તે ૨૮૦૦ કિમી સુધી જઇ શકે છે. ખાસ કરીને ચીન અને રશિયાના સંદર્ભમાં આ વાત કહેવામાં આવી હોવાનું મનાય છે. લોકહીડ માર્ટિન દ્વારા  નિર્મિત પ્રત્યેક વિમાનની કીમત લગભગ ૮૦ મિલિયન ડોલર છે. ગત વર્ષ દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના મોસ્ટ એડવાંસ્ટ ફાઇટર જેટ એફ-૩૫ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અમેરિકાએ આ વિમાનનો કાટમાળ શોધવા માટે આકાશ પાતાળ એક કરી દીધા હતા. અમેરિકા પોતાની ઉચ્ચતમ ટેકનોલોજીનો ઉપયોગ કોઇ દુશ્મન દેશ ના કરે તેની તકેદારી રાખવામાં માને છે.


Gujarat
Worldcup 2023
English
Magazines