Get The App

ગુજરાતમાં મેન્યુ.યુનિટ ધરાવતી અમેરિકન કંપનીને ભારતમાં પરમાણુ રિએક્ટર બનાવવા મંજૂરી મળી

Updated: Mar 30th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં મેન્યુ.યુનિટ ધરાવતી અમેરિકન કંપનીને ભારતમાં પરમાણુ રિએક્ટર બનાવવા મંજૂરી મળી 1 - image

India vs USA News : ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યાના બે દાયકા પછી એક અમેરિકન કંપનીને હવે ભારતમાં પરમાણુ રિએક્ટર બનાવવા અને ડિઝાઇન કરવાની મંજૂરી આપવામાં મળશે તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે.  યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી (DoE) તરફથી આ પ્રોજેક્ટ માટે મંજૂરી મળી ગઈ છે. ઊર્જા વિભાગે હોલ્ટેક ઇન્ટરનેશનલને ભારતમાં પરમાણુ રિએક્ટર ડિઝાઇન અને નિર્માણ માટે મંજૂરી આપી છે.

26 માર્ચના રોજ ઊર્જા વિભાગની મંજૂરીથી હોલ્ટેક ઇન્ટરનેશનલની પ્રોજેક્ટ માટેની અરજી જેને "10CFR810" (યુ.એસ. એટોમિક એનર્જી એક્ટ ઓફ 1954, ફેડરલ રેગ્યુલેશન્સના શીર્ષક 10 નો ભાગ 810) તરીકે ઓળખવામાં આવે છે, તેમાં ચોક્કસ પ્રતિબંધોનો ઉલ્લેખ છે. આ નિયમન હોલ્ટેકને અમુક શરતો હેઠળ ભારતમાં ત્રણ કંપનીઓને અનક્લાસિફાઈડ સ્મોલ મોડ્યુલર મોડ્યુલર રિએક્ટર (SMR) ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. 

આ સાથે, તેની પ્રાદેશિક પેટાકંપની હોલ્ટેક એશિયા, ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડ અને લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડને પણ આ પરવાનગી આપવામાં આવી છે. હોલ્ટેક ઇન્ટરનેશનલ ભારતીય-અમેરિકન ક્રિસ પી સિંઘ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે અને તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની હોલ્ટેક એશિયા 2010 થી પુણેમાં એક એન્જિનિયરિંગ યુનિટ ચલાવી રહી છે. તેનું ગુજરાતના દહેજમાં એક ઉત્પાદન યુનિટ છે.