'16000 અમેરિકન્સને નોકરીથી કાઢી મૂક્યા...', H1-B વિઝા ફી વધારવાનું અમેરિકાએ આપ્યું કારણ
H1-B Visa: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેટલાક H-1B વિઝા ધારકો હવે નોન-ઇમિગ્રન્ટ વર્કર તરીકે સીધા અમેરિકામાં નહીં પ્રવેશી શકે. દરેક નવી અરજી સાથે 100,000 ડૉલર એટલે કે 88 લાખ રૂપિયાથી વધુની ફી ચૂકવવાની રહેશે. હવે દરેકના મનમાં એક જ સવાલ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે રાતોરાત H1-B વિઝાની ફી આટલી બધી કેમ વધારી દીધી? હવે વ્હાઈટ હાઉસે આના જવાબમાં એક ફેક્ટ શીટ જાહેર કરી છે.
વ્હાઈટ હાઉસની આ ફેક્ટ શીટ પ્રમાણે ઘણી અમેરિકન કંપનીઓ H1-B વીઝા દ્વારા અન્ય દેશોમાંથી આવેલા લોકોને ઓછી સેલેરીમાં કામ આપે છે અને મોટી સંખ્યામાં અમેરિકન્સને નોકરીમાંથી કાઢી મૂક્યા.
ફેક્ટ શીટમાં શું-શું છે?
વ્હાઈટ હાઉસનું કહેવું છે કે, 2023માં IT ક્ષેત્રમાં H1-B વીઝાની માગ 32% હતી, જે હવે વધીને 65% થઈ ગઈ છે. આ પરથી જાણી શકાય કે, H1-B વીઝાના કારણે અમેરિકન યુવાઓમાં બેરોજગારી વધી રહી છે.
વ્હાઈટ હાઉસની ફેક્ટ શીટ પ્રમાણે તાજેતરમાં જ કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક કરનારા 6.1% યુવા બેરોજગાર છે અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરનારા 7.5% યુવાઓ પાસે નોકરી નથ. ઈતિહાસ સહિત અન્ય વિષયોમાં આ આંકડા વધુ છે.
અમેરિકન્સ યુવાઓની નોકરી જવાનો દાવો
વ્હાઈટ હાઉસની ફેક્ટ શીટમાં દાવો કરવામાં આવ્યો છે કે, STEM (Science, Technology, Engineering, and Mathematics)ક્ષેત્રોમાં માત્ર 44.5% નોકરીમાં જ વધારો થયો છે. જોકે, જોકે, 2000-2019ની વચ્ચે STEM ક્ષેત્રોમાં વિદેશીથી આવતા કર્મચારીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.
વ્હાઈટ હાઉસે પોતા ફેક્ટ શીટમાં કેટલીક કંપનીઓની વિગતો પણ રજૂ કરી છે. જેમાં કંપની 1એ વર્ષ FY 2025માં 5,189 H1-B વીઝા ધારકોને નોકરી આપી અને 16,000 અમેરિકન્સને નોકરીમાંથી કાઢી મૂક્યા. કંપની 2એ વર્ષ FY 2025માં 1,698 H1-B વીઝા ધારકોને નોકરી આપી અને 2,400 અમેરિકન્સને નોકરીમાંથી કાઢી મૂક્યા. કંપની 3એ વર્ષ FY 2022માં 20, 075 H1-B વીઝા ધારકોને નોકરી આપી અને 27,000 અમેરિકન્સને નોકરીમાંથી કાઢી મૂક્યા. કંપની 4એ વર્ષ FY 2025માં 1,1137 H1-B વીઝા ધારકોને નોકરી આપી અને 1,000 અમેરિકન્સને નોકરીમાંથી કાઢી મૂક્યા.
અમેરિકા ફર્સ્ટ
વ્હાઈટ હાઉસનું કહેવું છે કે, આ પગલું અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ ઉઠાવવામાં આવ્યું છે. અમેરિકન સરકાર ઈચ્છે છે કે, કંપનીઓ અમેરિકન્સ યુવાઓને પ્રાથમિકતા આપે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વિઝા નિયમ બદલ્યાં, નવા અરજદારો પાસેથી 88 લાખ રૂપિયા ફી વસૂલાશે
તમને જણાવી દઈએ કે, H1-B વીઝાનો 70% ટકાથી વધુ લાભ ભારતીયોને થતો હતો. બીજી તરફ હવે H1-B વીઝા મેળવવા માટે 100,000 ડોલર (આશરે રૂ. 90 લાખ) ની ફી ચૂકવવાની રહેશે. આ આદેશ રવિવારે રાત્રે 12 વાગ્યાથી લાગ થઈ ગયો છે.