World

MRI મશીનમાં ખેંચાઈ જવાના કારણે 61 વર્ષની વ્યક્તિનું મોત, ગળામાં પહેરી હતી મેટલની ચેન

By GS TEAM
21 Jul 20252 mins read
TukuTouch Logo
અમેરિકાની એક હોસ્પિટલમાં MRI રૂમમાં ગયેલા 61 વર્ષના વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. વૃદ્ધાએ ગળામાં મેટલની મોટી ચેન પહેરી હતી, જેના કારણે તે એમઆરઆઈ મશીનમાં ખેચાઈ ગયો હતો. નાસાઉ કાઉન્ટી પોલીસ વિભાગના જણાવ્યા મુજબ, ન્યૂયોર્કના વેસ્ટબરીમાં એક મેડિકલ બિલ્ડિંગમાં ઘટના બની છે. સ્કેનિંગ વખતે કીથ મૈકએલિસ્ટર નામના વૃદ્ધ એમઆરઆઈ રૂમમાં ગયા હતા. તેમણે ગળામાં મેટલની મોટી ચેન પહેરી હતી, જેના કારણે તેઓ મશીનની ઝપેટમાં આવી ગયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

MRI મશીનમાં ખેંચાઈ જવાના કારણે 61 વર્ષની વ્યક્તિનું મોત, ગળામાં પહેરી હતી મેટલની ચેન

America News : અમેરિકાની એક હોસ્પિટલમાં MRI રૂમમાં ગયેલા 61 વર્ષના વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. વૃદ્ધાએ ગળામાં મેટલની મોટી ચેન પહેરી હતી, જેના કારણે તે એમઆરઆઈ મશીનમાં ખેચાઈ ગયો હતો. નાસાઉ કાઉન્ટી પોલીસ વિભાગના જણાવ્યા મુજબ, ન્યૂયોર્કના વેસ્ટબરીમાં એક મેડિકલ બિલ્ડિંગમાં ઘટના બની છે. સ્કેનિંગ વખતે કીથ મૈકએલિસ્ટર (Keith McAllister) નામના વૃદ્ધ એમઆરઆઈ રૂમમાં ગયા હતા. તેમણે ગળામાં મેટલની મોટી ચેન પહેરી હતી, જેના કારણે તેઓ મશીનની ઝપેટમાં આવી ગયા હતા. 

એમઆરઆઈના ઉપયોગ વખતે સાવચેતી રાખવી ખૂબ જરૂરી

એમઆરઆઈ (મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) મશીન ખૂબ શક્તિશાળી ચુંબક અને રેડિયો તરંગોનો ઉપયોગ કરીને શરીરના આંતરિક અવયવોની વિગતવાર તસવીરો બનાવે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે સલામત હોય છે, પરંતુ તેના મજબૂત ચુંબકીય ક્ષેત્રને કારણે કેટલીક ગંભીર સાવચેતીઓ રાખવી અનિવાર્ય છે. એમઆરઆઈ મશીનનું ચુંબકીય ક્ષેત્ર અત્યંત શક્તિશાળી હોય છે, જે કોઈપણ ધાતુની વસ્તુને પોતાની તરફ ખેંચી શકે છે. આનાથી ગંભીર ઈજા થઈ શકે છે અથવા તો જીવ પણ જઈ શકે છે.

આ પણ વાંચો : જાપાનની ચૂંટણીમાં PM ઈશિબાના ગઠબંધનની હાર, બંને ગૃહોમાં બહુમતી ગુમાવી

એમઆરઆઈ રૂમમાં આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ

ઘરેણાં (વીંટી, બંગડી, ચેઈન, કાનની બુટ્ટી), ઘડિયાળ, ચશ્મા, વાળમાં લગાવેલી ધાતુની પિન, મેટલ ઝિપરવાળા કપડાં, બટનો, બેલ્ટ, સિક્કા, ચાવીઓ, ક્રેડિટ કાર્ડ, પેન, મોબાઈલ ફોન, શ્રવણ યંત્રો, ડેન્ટલ વર્ક (કાઢી શકાય તેવા દાંત) અને કોઈપણ અન્ય ધાતુની વસ્તુઓ એમઆરઆઈ રૂમમાં લઈ જવાની સખત મનાઈ હોય છે. જો કોઈ વ્યક્તિ ભૂતકાળમાં લશ્કરમાં રહ્યા હોય અને તેમના શરીરમાં ગોળીના ટુકડા (shrapnel) કે અન્ય ધાતુના અવશેષો હોય, તો તેમણે ખાસ કરીને જાણ કરવી.

શરીરમાં મેટલ ઈમ્પ્લાન્ટ્સ હોય તો જાણ કરવી જરૂરી

પેસમેકર અથવા ઇમ્પ્લાન્ટેડ કાર્ડિયાક ડિફિબ્રિલેટર ઉપકરણો એમઆરઆઈના ચુંબકીય ક્ષેત્રથી ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે, જેનાથી તે કામ કરવાનું બંધ કરી શકે છે અથવા દર્દીને નુકસાન પહોંચાડી શકે છે. કાનમાં લગાવેલા કોક્લીયર ઇમ્પ્લાન્ટ્સને નુકસાન થઈ શકે છે. સેરેબ્રલ એન્યુરિઝમ ક્લિપ્સ નામની મગજમાં લોહીની નળીઓમાં લગાવેલી ધાતુની ક્લિપ્સ ખસી શકે છે. કેટલાક ટેટુમાં ધાતુના કણો હોય છે, જેના કારણે એમઆરઆઈ દરમિયાન બળતરા થઈ શકે છે.

આ પણ વાંચો : ટ્રમ્પની ગંભીર કરતૂત, ઓબામાની ધરપકડનો AI વીડિયો શેર કર્યો