મોંઘો થઈ જશે iPhone? ડિજિટલ ટેક્સ મુદ્દે અમુક દેશો પર ભડકેલા ટ્રમ્પે જુઓ શું ધમકી આપી
Trump Threatens Digital Tax: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દુનિયાને ધમકી આપી છે. સોમવારે તેમણે ચેતવણી આપી કે જે પણ દેશ અમેરિકન ટેક કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ અથવા તેના સંબંધિત નિયમો લાગુ કરશે, અમેરિકા તેમની સામે મોટા ટેરિફ લગાવશે અને ચિપના નિકાસ પર પ્રતિબંધ મૂકશે. ટ્રમ્પનું આ નિવેદન તે દેશો માટે કડક સંદેશ છે, જે આલ્ફાબેટ, મેટા અને એમેઝોન જેવી અમેરિકન ટેક જાયન્ટ કંપનીઓ પર ટેક્સ લગાવી રહ્યા છે.
'ચીનની કંપનીઓને મળી રહી છે છૂટ અને અમને...'
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આકરા શબ્દોમાં કહ્યું કે, 'હું અમેરિકાની શાનદાર ટેક કંપનીઓ વિરુદ્ધ થનારા કોઈપણ હુમલાને સહન કરીશ નહીં. ડિજિટલ ટેક્સ, ડિજિટલ સર્વિસના નિયમો અને ડિજિટલ માર્કેટ રેગ્યુલેશન અમેરિકન ટૅક્નોલૉજીને નુકસાન પહોંચાડવા અને ભેદભાવ કરવા માટે બનાવવામાં આવ્યા છે.'
ટ્રમ્પે ગુસ્સામાં એ પણ કહ્યું કે, 'આ નિયમો ચીનની મોટી ટેક કંપનીઓને સંપૂર્ણપણે છૂટ આપે છે, જે બિલકુલ સહન કરી શકાય તેમ નથી.'
'અમે અમારી કિંમતી ટૅક્નોલૉજી અને નિકાસ પર પ્રતિબંધ લગાવીશું'
ટ્રમ્પે વધુમાં કહ્યું કે, 'ડિજિટલ ટેક્સ, ડિજિટલ સર્વિસ કાયદા અને ડિજિટલ માર્કેટ નિયમો અમેરિકન ટૅક્નોલૉજીને નુકસાન પહોંચાડવા અને ભેદભાવ કરવા માટે બનાવવામાં આવ્યા છે. તેઓ શરમ વિના ચીનની સૌથી મોટી ટેક કંપનીઓને પૂરી છૂટ આપે છે. આ બધું હવે અત્યારે જ બંધ થવું જોઈએ! તેમજ અમેરિકા તેની અત્યંત કિંમતી ટૅક્નોલૉજી અને ચિપ્સ પર નિકાસ પ્રતિબંધ પણ લગાવશે.'
ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી, 'હું તે તમામ દેશોને, જે ડિજિટલ ટેક્સ, કાયદા, નિયમો અથવા રેગ્યુલેશન લાગુ કરે છે, નોટિસ આપું છું કે જો આ ભેદભાવપૂર્ણ પગલાં હટાવવામાં નહીં આવે, તો હું, અમેરિકન પ્રમુખ તરીકે, તેમના દેશના અમેરિકામાં થતી નિકાસ પર ભારે વધારાના ટેરિફ લગાવીશ.'